ગુજરાત
News of Friday, 22nd January 2021

કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું થઈ શકે છે એલાન :ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સની શક્યતા

રાજ્યમાં છ કોર્પોરેશન, 31 પંચાયત ,231 તા.પંચાયત અને 80 પાલિકાની થવાની છે ચૂંટણી

અમદાવાદ : આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ શકે છે કાલે બપોરે રાજ્ય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સની શક્યતા છે સૂત્રોના માનવા મુજબ 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણીની સંભાવના છે  પ્રથમ તબક્કામાં કોર્પોરેશન અને પાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે 28 ફેબ્રુઆરીએ બીજા તબક્કાની ચૂંટણીની શક્યતા છે
કાલે ચૂંટણીપંચ આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે  જો ચૂંટણીની સત્તાવાર જાહેરાત થશે તો આવતી કાલથી રાજ્યમાં આચારસંહિતા લાગુ થશે

રાજ્યમાં છ કોર્પોરેશન, 31 પંચાયત , 231 તા.પંચાયત અને 80 પાલિકાની ચૂંટણી થનાર છે 

(10:14 pm IST)