ગુજરાત
News of Friday, 22nd January 2021

રાજપીપળાના જાણીતા ડોક્ટર દંપતીએ આજે કોરોના વેકસીન લઈ દેશમાંથી કોરોના નાબૂદ કરવા સંદેશ આપ્યો

સૌ કોઈ આ રસી મુકવો આની કોઈ આડ અસર નથી દેશ દુનિયાને કોરોના મુક્ત કરવા અપીલ સાથે આ ડોક્ટર દંપતીએ શુભકામના પણ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના જાણીતા ડોક્ટર દંપતીએ આજે કોરોનાની રસી મુકાવ્યા બાદ સૌને આ બાબતે એક સંદેશ આપ્યો હતો.

રાજપીપળાના જાણીતા ગાયનેક ડો.દર્શનાબેન દેશમુખ અને ડૉ.રાજકુમારે આજે કોરોના વેક્સિન લીધા બાદ જાહેરમાં સૌને સંદેશ આપતા જણાવ્યું કે અમે દંપતીએ આ રસીનો ડોઝ લીધો છે એની કોઈ આડ અસર નથી માટે દેશના દરેક નાગરિકોને તેમણે અપીલ કરી હતી કે આ રસી લઈ દેશ અને દુનિયા માંથી કોરોના નાબૂદ કરો આ રસી ભારત દેશ માં જ બનેલી રસી હોય તેની કોઈ અન્ય આડ અસર ન હોવાથી પોતાના સ્વાસ્થ્ય માટે આ રસી લઈ દેશ માંથી કોરોના નાબૂદ કરો અને અંત માં સૌ સ્વસ્થ રહે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી.

(12:57 am IST)