ગુજરાત
News of Thursday, 22nd April 2021

માંડલ તાલુકાના વરમોર ગામે એક જ રાતમાં ચાર મકાનને નિશાન બનાવીને તસ્કરોએ 5 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરતા ચકચાર

અમદાવાદ : માંડલ તાલુકાના વરમોર ગામમાં ઠાકોરવાસ મહોલ્લામાં રાત્રેે એક સાથે ચાર મકાનમાં તસ્કરો ત્રાટકી તીજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત લાખ હજાર ૩૦૦ રૂપિયાની ચોરી થઈ હતી

બાબતની જાણ ચારે ઘર માલિકને થતાં તા.ર૦ ના રોજ માંડલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. માંડલ પોલીસ સહિત ગાંધીનગર વીજીલન્સ સ્ક્વૉર્ડ, ડાગ સ્ક્વૉડ સહિતની પોલીસ ટીમે તસ્કરોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતાં. માંડલ પોલીસ સહિત ગાંધીનગર વીજીલન્સ સ્ક્વૉર્ડ, ડાગ સ્ક્વાડ સહિતની પોલીસ ટીમે તસ્કરોને શોધવા માટેના ચક્રા ેગતિમાન કર્યા હતાં. ફરિયાદી કાનાભાઈ સુરસંગજી લક્ષ્મણજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદની હકીકત મુજબ તા.૧૯ ની રાત્રે ૧૦.૩૦ વાગ્યાથી તા.ર૦ની વહેલી સવારે .૦૦ના સુમારે કોઈપણ સમયમાં માંડલ તાલુકાના વરમોર ગામે ઠાકોરવાસમાં રહેતાં કાનાભાઈ સુરસંગજી ઠાકોર, મીલનભાઈ ભગવાનભાઈ ઠાકોર, ખેંગારભાઈ નાનુજી, મહેશભાઈ ઉર્ફે ટીનાભાઈ ખેંગારભાઈના રહેણાંકના મકાનમાં તસ્કરો ત્રાટકીને ઘરના દરવાજા ખોલીને ઘરમાં પ્રવેશ કરીને તીજોરી, લાકરના દરવાજા-નકુચા તોડીને અલગ અલગ ઘરમાંથી કુલ    લાખ હજાર ૩૦૦ રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતાં તેમજ મહેશભાઈ ઉર્ફે ટીનાભાઈનું બજાજ કંપનીનું મોટર સાયકલ ઉઠાવી જઈ દુર ખેતરમાં નાખી દીધું હતું

(6:44 pm IST)