ગુજરાત
News of Thursday, 22nd April 2021

મહુધા તાલુકાના ઉંદરીયા ગામે સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

મહુધા:તાલુકાના ઉંદરીયા વિસ્તારમાં રહેતી એક પરણિતાએ બે દિવસ પહેલા આપઘાત કરી જીવન ટુકાવ્યુ હતુ. બનાવમાં સાસરીયાઓ દ્વારા આપવામાં આવતો ત્રાસ સહન થતા પરણીતાએ મોતને વ્હાલુ કર્યુ હતુ. બનાવ અંગે પરણીતાના પિતાએ મહુધા પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહુધા તાલુકાના ઉંદરીયા ભાગોળ વિસ્તારમાં રહેતી ત્રેવિસ વર્ષીય પરણીતાએ ગત તા.૧૮ એપ્રિલના રોજ કોઇ અગમ્યા કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યુ હતુ. ઉર્મિલાબેન વિપુલભાઇ તળપદા ઉં.૨૩ પોતાની સાસરીમાં કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો.

બનાવ અંગે પરણીતાના પિતાએ નોધાવેલ ફરિયાદ પ્રમાણે તેમની દિકરી ઉર્મિલાબેનના પતિ વિપુલભાઇ,સાસુ કુસુમબેન અને માસી સાસુ અમરતબેન સાથે અવારનાવર બોલચાલ થતી હતી.જેમાં પતિ વિપુલભાઇ કોઇ કામ ધંધો કરતા હોવાથી પતિ સાથે અણબનાવ રહેતો હતો.વળી પરણીતાના સાસુ અને માસી સાસુ મહેણાંટોણા મારી કહેતા હતા કે તે અમારી ઉપર ખોટા કસો કરાવેલા છે. જે અંગેની રીસ રાખી ત્રણેય વ્યક્તિઓ પરણીતાને મહેણાટોણા મારી માનસિંક શારીરિક ત્રાસ આપતા હતા. જે સહન થતા દિકરી ઉર્મિલાબેને આપઘાત કર્યો હોવાનુ જણાવ્યુ છે. બનાવ અંગે વિનુભાઇ બચુભાઇ તળપદા રહે,ખડીયાપુરા ઇન્દિરાનગરી તા.માતરે મહુધા પોલીસ મથકે વિપુલભાઇ ચીનુભાઇ તળપદા, કુસુમબેન ચીનુભાઇ તળપદા અને અમરતબેન ઉર્ફે મૂન્નીબેન તળપદા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:50 pm IST)