ગુજરાત
News of Thursday, 22nd April 2021

રાજ્યમાં હવે લગ્ન માટે રજીસ્ટ્રેશન ફરજીયાત : રાત્રે લગ્ન સમારોહનું આયોજન થઈ શકશે નહીં : રજિસ્ટ્રેશન કરેલ સ્થળ પર પોલીસ ચેકીંગ કરશે. નિયમ ભંગ જણાશે તો કરાશે કાર્યવાહી : DGP આશિષ ભાટિયા

લગ્ન સમારંભમાં 50 થી વધુ લોકો ભેગા ન થાય: 20 શહેરો માં રાત્રી કરફ્યુ દરમ્યાન લગ્ન યોજવા નહીં : Digital gujarat પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો કોરોના સંક્રમણને રોકવા માટે પણ અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તો રાજ્ય સરકારે કડક નિયમો બનાવ્યા છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ એક વીડિયો સંદેશમાં કોરોનાની નવી ગાઇડ લાઇનનું પાલન કરવા માટેની વાત કરી છે. કોરોના પ્રતિબંધોમાં હવે લગ્ન સમારહો માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવું પડશે.

રાજ્ય સરકારે લગ્ન સમારહો માટે 50 લોકોની છૂટ આપી છે. હવે જ્યાં લગ્ન હશે તે પહેલા તમામ લોકોએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. Digital gujarat પર જઈને તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. હવે લગ્ન સમારહો પર પોલીસની ચાંપતી નજર રહેશે. જે શહેરમાં રાત્રી કર્ફ્યૂ છે ત્યાં રાત્રે લગ્ન સમારોહનું આયોજન થઈ શકશે નહીં. લગ્નના આયોજકો તથા પાર્ટી પ્લોટે પણ વધુ લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. જો નિયમનો ભંગ કરશો તો કાર્યવાહી કરવામાં આવશે.

(7:58 pm IST)