ગુજરાત
News of Thursday, 22nd April 2021

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા 'બ્રેક ધ ચેઇન' અમલી : શુક્રવાર રાતથી સોમવાર સુધી વેપાર ધંધા સ્વયભૂ બંધ રાખવા અપીલ

સતત કન્ટીન્યુસ પ્રોસેસવાળા ઉત્પાદકો અને આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદકો અને વેપારીઓને આ સ્વૈછિક બંધ લાગુ પડશે નહીં.: કોરોનાની ચેઇન તોડવા સહયોગ

અમદાવાદ : ગુજરાત ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગયા સપ્તાહના સ્વૈછિક બંધના અનુસંધાનમાં આ સપ્તાહે પણ "બ્રેક ધ ચેઈન " ને અમલી કરવા માટે તેના તમામ સભ્યો ને 23મી શુક્રવારની રાતે 8 વાગ્યાથી સોમવાર 26મીની સવારે 6 વાગ્યા સુધી પ્રવૃત્તિઓને સ્વયંભૂ રીતે બંધ રાખવા અપીલ કરી છે. જો કે, સતત કન્ટીન્યુસ પ્રોસેસવાળા ઉત્પાદકો અને આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદકો અને વેપારીઓને આ સ્વૈછિક બંધ લાગુ પડશે નહીં.

 વધુ માં ચેમ્બરે તમામ સભ્યોને તેમના કામદારો માટે ભોજન અને પ્રાથમિક તબીબી સહાયની કાળજી લેવાની અને અને તેમનો બે દિવસનો પગાર પણ સ્વયંભૂ ના કાપવાની અપીલ કરી છે.સરકારના અથાગ પ્રયત્નો માં સાથ આપીને કોરોના ની ચેઇન તોડવા પ્રયત્નશીલ બનવા જણાવ્યું છે

(8:34 pm IST)