ગુજરાત
News of Thursday, 22nd April 2021

અમદાવાદની ખાનગી સંસ્થાઓ, ઓફિસોમાં નિયમ કરતા વધુ સ્ટાફને ફરજ પર બોલાવતા ૪ ઓફિસો સીલ કરાઈ

અમદાવાદ મહાનગર પાલિકા ૫૦ ટકા સ્ટાફની જ હાજરી માટે કડક ચેકીંગ હાથ ધરવા સજ્જ ૨૭૫ જેટલી ઓફિસો ખાનગી સંસ્થાઓનું ચેકીંગ કરી ઘટતા પગલાં લઈ નોટિસો આપી

અમદાવાદ: કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે.જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ પ્રકારની ખાનગી ઑફિસો,ખાનગી સંસ્થાઓ,એકમોમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જ સ્ટાફ બોલાવવા માટેનો હુકમ કર્યો હતો.

જે અનુસંધાને આજે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એ એમ ટી એસ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા 275જેટલી ખાનગી ઑફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન 4 ઑફિસોમાં 50 ટકા કરતા વધુ સ્ટાફ જોવા મળ્યો હતો. જેથી આ ઑફિસોને સીલ કરવામાં આવી છે. તેમજ નોટિસ પણ આપવામાં આવી છે.

આગામી દિવસોમાં AMCની ટીમ દ્વારા ઓફીસોમાં 50% સ્ટાફ અને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન અંગે ચેકીંગ હાથ ધરવામાં આવશે.

સીલ કરવામાં આવેલી ઓફિસના નામ

1. એરા યુરો ઓટોમોબાઇલ્સ ઇસનપુર
2.ગોકુળ ઓટો વર્લ્ડ, સી ટી એમ ક્રોસિંગ
3.જૈન ટેક્સ ટાઇલ્સ ,ન્યુ કલોથ માર્કેટ
4.બી એમ ટ્રેડર્સ, સૂમેલ બિઝનેસ પાર્ક 1

(9:15 pm IST)