ગુજરાત
News of Sunday, 22nd May 2022

ઓરી ગામમાં રસોડાના ભોંયરા માથી પોલીસે રૂપિયા 96,000 નો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ઓરી ગામ માથી આમલેથા પોલીસે એક રહેણાંક મકાનમાથી દારૂ બિયર નો મુદ્દામાલ પકડી ગુનો દાખલ કાર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઓરી ગામમાં રહેતા રાકેશભાઇ ઉર્ફે ચકો નનુભાઇ માછી ના ઘરના રસોડામાં બનાવેલા ભોંયરા માથી વિદેશી દારૂ,બિયર સહિત કુલ રૂપિયા 96,000 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે આ મુદ્દામાલ રાખનાર રાકેશ માછી ઘરે હાજર ન મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધવા ચક્રો ગતિમાન કર્યા છે .

(10:39 pm IST)