ગુજરાત
News of Sunday, 22nd May 2022

બારડોલી નજીકના ગામમાં 17 વર્ષીય કિશોરે ગામની 15 વર્ષની તરુણીને ગર્ભવતી બનાવી :પોક્સો હેઠળ ગુન્હો

તરુણીને લગ્નની લાલચ આપી કિશોરે તેના ઘરમાં જ વારંવાર તેણી સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી

બારડોલીની નજીક આવેલા એક ગામમાં કિશોરે ગામમાં જ રહેતી 15 વર્ષની તરુણીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી દેતા બારડોલી ગ્રામ્ય પોલીસમાં કિશોર વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. 

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી નજીક આવેલા એક ગામમાં રહેતા 17 વર્ષીય કિશોરે ગામની જ 15 વર્ષની તરુણી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેણે તરુણીને લગ્નની લાલચ આપી તેની સાથે કિશોરે તેના ઘરમાં જ વારંવાર તેણી સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. હાલ તરુણીને હાલ પાંચ મહિનાનો ગર્ભ છે. આ અંગે પરિવારને જાણ થતાં જ તેણીની માતાએ શનિવારના રોજ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(10:55 pm IST)