ગુજરાત
News of Tuesday, 22nd June 2021

વલસાડ શહેરના હાલર પ્રાથમિક શાળા ખાતે વેકસીનેશન મહાઅભિયાન શરૂ કરાયું

રાજ્ય લઘુમતી મોરચાના ના મંત્રી ઇલિયાસભાઈ મલેક,જિલ્લા ભાજપ ના મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે, ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સ્નેહીલભાઈ દેસાઈ,યુવા મોરચાના ઉપપ્રમુખ ભાસીનભાઈ દેસાઈ, જિલ્લા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ દેઝાડભાઈ ચોથિયા તેમજ હેલ્થ કર્મચારીઓ ઉપસ્થિત

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : હાલ સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં કોરોનાની મહામારી એ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે ત્યારે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના તમામ નાગરિકોની સ્વાસ્થ્યની ચિંતા કરી વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કર્યો છે જે અંતર્ગત ગુજરાતમાં 21 જૂન 2021 થી વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત  વેક્સિનેશન મહાઅભિયાન વેગ અપાવવા વલસાડ શહેરના હાલર વિસ્તારમાં આવેલ હાલર પ્રાથમિક શાળા ખાતે વલસાડ ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ ગુજરાત રાજ્ય લઘુમતી મોરચાના ના મંત્રી ઇલિયાસભાઈ મલેક,વલસાડ જિલ્લા ભાજપના મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,વલસાડ ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સ્નેહીલભાઈ દેસાઈ,યુવા મોરચાના ઉપપ્રમુખ ભાસીનભાઈ દેસાઈ, જિલ્લા લઘુમતી મોરચાના ના ઉપપ્રમુખ દેઝાડભાઈ ચોથિયા તેમજ હેલ્થ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના સામે ની લડત માં વેક્સિન નું મહત્વ સમજાવી લોકોને વધુ ને વધુ માત્રામાં વેક્સિન લેવા માટે પ્રેરણા આપી હતી હાલર પ્રાથમિક  શાળા ખાતે તારીખ ૨૧ જૂન ના રોજ અંદાજે ૪૧૦ લોકોએ વેકસીનેશન નો લાભ લીધો હતો

(9:42 pm IST)