ગુજરાત
News of Tuesday, 22nd June 2021

યોગ કરવાને બદલે એકબીજાને સુખ.દુઃખમાં સહયોગ કરવાની જરૂર છે પ્રફુલભાઈ શુક્લ

કથાકાર પ્રફુલભાઈ શુકલએ કહ્યું હતું કે શરીરની તંદુરસ્તી માટે યોગ થાય છે એ ખૂબ જ સારું ર્પણ અત્યારના સમયમાં યોગ કરવાને બદલે એકબીજાને સુખ-દુઃખમાં સહયોગ થાય એ ખૂબ જ જરૂરી છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :નવસારી જિલ્લાના ખેરગામમાં આજે યોગ દિને ઉદબોધન કરતા કથાકાર પ્રફુલભાઈ શુકલએ કહ્યું હતું કે શરીરની તંદુરસ્તી માટે યોગ થાય છે એ ખૂબ જ સારું ર્પણ અત્યારના સમયમાં યોગ કરવાને બદલે એકબીજાને સુખ-દુઃખમાં સહયોગ થાય એ ખૂબ જ જરૂરી છે અને સમયનો તકાજો છે આજે  ખેરગામમાં યોજાયેલા સમારંભ મા મનિષાબેન ભરતભાઈ મિસ્ત્રી ,ભરતભાઈ દલપત ભાઈ મિસ્ત્રી, રજનીકાંત પરભુભાઈ મિસ્ત્રી અંબાડા ની ઉપસ્થિતિ માં 11 જુલાઈ થી પડઘા. તા. નવસારી મુકામે યોજનારી દેવી ભાગવત કથા અને અષાઢી નવરાત્રી અનુષ્ઠાન ના આયોજનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યયજમાન પદે મનિષાબેન ભરતભાઈ મિસ્ત્રી નિયુક્ત થયા છે દરરોજ સવારે 9 થી 1 નવચંડી યજ્ઞ થશે અને બપોરે 3થી 5 દેવી ભાગવત કથા પછી સાંજે 5 વાગ્યે 108 દેવડાની મહા આરતી કરવામાં આવશે.11મી જુલાઈ થી પડઘામાં યોજાયેલી સૌપ્રથમ વાર દેવી ભાગવત કથાના આયોજનથી કસ્બા, અમારી, આમડપોર ,સરાઇ, ધામણ, વેજલપોર, કાદિપોર, માણેકપોર, સહિત સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસન થઈ છે.

(10:58 pm IST)