ગુજરાત
News of Tuesday, 22nd June 2021

ગુજરાતના પ્રવાસન ફરીથી પ્રાણ ફૂંકવા માટે હવે આંતરરાજ્ય ફ્લાઇટ વધારાશે

ઉડાન’ યોજના હેઠળ આ પ્રસ્તાવિત ફ્લાઇટ શરૃ કરવા માટે મંજૂરી :ફ્લાઇટ સપ્તાહમાં ૬ દિવસ માટે ઉડાન ભરશે

ગુજરાતના પ્રવાસન ફરીથી પ્રાણ ફૂંકવા માટે હવે આગામી ટૂંક સમયમા આંતરરાજ્ય ફ્લાઇટ વધારવામાં આવી શકે છે. જે ફ્લાઇટ શરૃ કરવાનો પ્રસ્તાવ છે તેમાં અમદાવાદ-રાજકોટ-ભૂજ-અમદાવાદ, અમદાવાદ-સુરત-અમદાવાદનો મુખ્યત્વે સમાવેશ થાય છે. જો પરિસ્થિતિ કાબુ માં રહેશે તો લાગ્બહ્ગ 2 જ મહિના ની અંદર ફલાઈટ શરૂ કરી દેવામાં આવશે

ગુજરાતમાં કુલ પાંચ રૃટ પર આંતરરાજ્ય ફ્લાઇટ શરૃ કરવા માટેનો ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-ભૂજ-રાજકોટ-અમદાવાદ, અમદાવાદ-કેશોદ-પોરબંદર-અમદાવાદ, સુરત-અમદાવાદ-સુરત, સુરત-ભાવનગર-સુરત અને સુરત-અમરેલી-સુરતનો સમાવેશ થાય છે. ‘ઉડાન’ યોજના હેઠળ આ પ્રસ્તાવિત ફ્લાઇટ શરૃ કરવા માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આગામી સમયમાં આ ફ્લાઇટ માટે બિડ મૂકવામાં આવે તેની પણ સંભાવના છે. આ ફ્લાઇટ સપ્તાહમાં ૬ દિવસ માટે ઉડાન ભરશે અને એક દિવસ મેઇન્ટેનન્સ માટે આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિવિધ રૃટ પર આંતરરાજ્ય ફ્લાઇટ શરૃ કરવા માટે ડિસેમ્બરમાં સૌપ્રથમ વિચારણા કરવામાં આવી હતી. પરંતુ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ રૃટને સાંકળતી ફ્લાઇટમાં રોડ તેમજ માળખાગત સવલત સુધારવાની કામગીરી ચાલી રહી હોવાથી એ વખતે તે પ્રક્રિયામાં બ્રેક લાગી હતી. આ પછી મે મહિનાના બીજા સપ્તાહથી આંતરરાજ્ય ફ્લાઇટ શરૃ કરવાની પ્રક્રિયાએ ફરી વેગ પકડયો હતો. જે પણ ઓપરેટર આ રૃટ પર ફ્લાઇટ શરૃ કરવા માગે છે તેમની સાથે વાટાઘાટ ચાલી રહી છે. આ પૈકીના કેટલાક રૃટમાં ઓગસ્ટ માસ દરમિયાન જ ફ્લાઇટ શરૃ થઇ જાય તેની પૂરી સંભાવના પ્રવર્તી રહી છે.

(1:50 pm IST)