ગુજરાત
News of Tuesday, 22nd June 2021

વિદ્યાર્થીઓ તૈયાર રહેજો : ગુજકેટની પરીક્ષા લેવાશે : આવતીકાલથી ઓનલાઇન ફોર્મ ભરાશે

ડીગ્રી ઇજનેરી-ફાર્મસી માટે પ્રવેશ પરીક્ષા ગુજકેટની તારીખ જાહેર થવાની બાકી

રાજકોટ, તા. રર :  કોરોના કાળમાં બીજી લહેરે પરીક્ષા રદ કરવાની સાથે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઇન આવેદન પત્ર ભરવાની જાહેરાત કરી છે.

શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા. ૧૯/૧૧/ર૦૧૬ ના ઠરાવ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનિયરીંગ, ડીગ્રી/ ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી અને એબી ગૃપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-ર૦ર૧ ની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સુચનાઓ બોર્ડની વેબસાઇટ www. gseb.org  પર મુકવામાં આવેલ છે.

ગુજકેટ-ર૦ર૧ ની પરીક્ષાનું આવેદન પત્ર બોર્ડની વેબસાઇટ www. gseb.org તથા gujcet. gseb.org પરથી તા. ર૩/૦૬/ર૦ર૧, ૧રઃ૩૦ કલાક (બપોર) થી તા. ૩૦/૦૬/ર૦ર૧ દરમિયાન ઓનલાઇન ભરી શકાશે.

(3:27 pm IST)