ગુજરાત
News of Tuesday, 22nd June 2021

પતંજલી યોગ સમિતિ દ્વારા યોગ વર્ગ

સાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ગુજરાત યોગ બોર્ડ પતંજલિ યોગ સમિતિ તેમજ યોગ જાગૃતિ મિશનના ઉપક્રમે યોગ કોચ નીતીનભાઇ કેસરિયા દ્વારા પુતળીબા સંસ્થા ખાતે પ૦ જેટલા ભાઇઓ તથા બહેનો દ્વારા ૧૦૮ સુર્યનમસ્કારનું આયોજન કરેલ હતું. મહેમાનોએ હાજરી આપેલ. ખુબ ઉત્સાહ પૂર્વક લોકોએ લાભ લીધો હતો. રાજય યોગ પ્રભારી લક્ષ્મણભાઇ પટેલ, જીલ્લા અધ્યક્ષ નટુભાઇ ચૌહાણ, પતંજલિ મહિલા યોગ સમિતિના અધ્યક્ષ નિશાબેન ઠુંમર તથા યોગ ગુરૂ કિશોરભાઇ પઢીયાર હાજર હતા.

(4:25 pm IST)