ગુજરાત
News of Tuesday, 22nd June 2021

માછીમારોની તકલીફો કોઈ જોતુ નથી, ઘર ચલાવવું મુશ્કેલ : સરકારની મસમોટી જાહેરાતો છતાં અમલ કરતા નથી

કેબીનેટ મંત્રી પુરૂષોત્તમ સોલંકી રાજય સરકારથી ભારે નારાજ : ખુલ્લા આક્ષેપો

રાજય કક્ષાના મંત્રી પુરૂષોત્તમ સોલંકીએ પોતાની જ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યુ કે હાલ માછીમારો ખૂબ તકલીફ વેઠી રહ્યા છે : તેઓની વેદના કોઈ સાંભળતુ નથી : માછીમારોને ઘર ચલાવવુ પણ મુશ્કેલ બની રહ્યુ છે : ગુજરાત સરકાર દ્વારા મસમોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ તેનો અમલ થતો જ નથી : તેમણે એમ પણ કહ્યુ કે હુ ભાજપનો જ છુ, અને ભાજપ સાથે જ જોડાયેલો છુ : સાથે સાથે દરેક સમાજ માટે કામ કરી રહ્યો છુ : તેમણે રાજય સરકાર ઉપર ખુલ્લા આક્ષેપો કરતાં કહ્યું હતું કે, કોળી સમાજ, મુસ્લિમ સમાજ ઉપર સતત અન્યાય થઈ રહ્યો છે

(4:29 pm IST)