ગુજરાત
News of Tuesday, 22nd June 2021

મોડાસા જિલ્લાના મેઢાસણ-સરડોઇ માર્ગ નજીક પોલીસે કારમાંથી વિદેશી દારૂનો 95 હજારનો જથ્થો ઝડપી પાડયો

મોડાસા: જિલ્લાના મેઢાસણ-સરડોઈ માર્ગ ઉપર આવેલ ટીંટીસર નજીક થી પસાર થતી એક કારમાંથી એલસીબી પોલીસે રૂ.૯૫૦૭૫ નો વિદેશી દારૂની જથ્થો ઝડપી લીધો હતો.પ્રતિબંધીત વિસ્તારમાંથી દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં જોડાયેલા કાર ચાલક અને અન્ય એક સવાર ને ઝડપી લેવાયા હતા.જયારે દારૂ ભરલ કારનું મોપેડ ઉપર પાયલોટીંગ કરતા શખ્શો સહિત દારૂ ભરી આપનાર અને મંગાવનાર સહિત વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.એલસીબી અરવલ્લી કુલ રૂ.૧,૯૭,૫૭૫ નો મુદ્દામાલ ઝડપી વોન્ટેડ આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસની ટીમ દ્વારા ગત રવિવારના રોજ મેઢાસણ-સરડોઈ માર્ગે ર્વાચ ગોઠવાઈ હતી. માર્ગે થી દારૂ ભરેલ વાહન પસાર થવાનું હોવાની બાતમીના આધારે ગોઠવાયેલ આર્વાચ દરમ્યાન ટીંટીસર પાટીયા નજીક ના એક પુલીયા પાસે એલસીબી ટીમના કર્મી ઉભા હતા. ત્યારે માર્ગેથી પસાર થતા એક મોપેડ ને અટકાવવાનો પ્રયાશ કર્યો હતો.પરંતુ મોપેડ ઉપર સવાર ત્રણ જણા પોલીસ ટીમને થાપ આપી ભાગી છુટયા હતા.જયારે પાછળ આવી રહેલ એક કાર ને અટકાવવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે અટકાવેલ સીલ્વર કલરની હુન્ડાઈ કારમાં ચેકીંગ કરતા કારની ડીકી અને પાછલી સીટમાંથી વિદેશી દારૂની ૧૨ પેટીઓ અને છુટી બોટલો નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ટીમે કારના ચાલક દિવ્યાંગ રાઠોડ અને કારમાં સવાર રાજેશ યાદવ ને ઝડપી લીધા હતા.ઝડપાયેલ બંને આરોપીઓની પુછપરછ દરમ્યાન રાજસ્થાન બોર્ડરેથી દારૂ-બીયરનો જથ્થો સ્વીફટ કાર માંથી હુન્ડાઈ સેન્ટ્રો કારમાં ભરી આપનાર જીલભા ઉર્ફે ગોવિંદ ડાકોર કાર નું પાયલોટીંગ મોપેડ ઉપર કરી રહેલા મોપેડ ઉપર કરી રહેલા પ્રેમ રાજપૂત,કરણ અને પ્રેમ રાજપૂત નો એક મિત્ર એવા ત્રણ જણા અને દારૂ વેચાણ માટે મંગાવનાર અને ઈન્દીરા બ્રીજ પાસે ડીલીવરી લેનાર અન્ય એક ઈસમ સહિત કુલ મળી જણા વિરૂધ્ધ એલસીબી ટીમે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.અને કાર,દારૂ,મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૧,૯૭,૫૭૫ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(6:12 pm IST)