ગુજરાત
News of Tuesday, 22nd June 2021

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં 44 વર્ષીય મહિલા સાથે ઇન્સટ્રાગ્રામ પર મિત્રતા કેળવી વેપારીએ દુષ્કર્મ આચરી બદનામ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

 સુરત: શહેરના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા જવેલરની 44 વર્ષીય પત્ની સાથે ઈન્સટાગ્રામ મારફતે મિત્રતા કેળવી ભાવનગરના વેપારીએ સુરત આવી દુષ્કર્મ આચર્યા બાદ વિતેલા બે વર્ષ દરમિયાન અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરિણીતાના ઘરમાં અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના વતની અને સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા અને વરાછા વિસ્તારમાં જવેલરી શોપ ધરાવતા યુવાનની 44 વર્ષીય પત્ની રીટા ( નામ બદલ્યું છે ) વર્ષ 2018 માં ઇન્સ્ટાગ્રામ મારફતે ભાવનગર તળાજાની એમ.કે.સ્કૂલ પાસે નોકરીયાત સોસાયટી ઘર નં.76 માં રહેતા 33 વર્ષીય વેપારી અમિત મુકંદરાય પંડયાના સંપર્કમાં આવી હતી. અમિતે તે સમયે પોતે તળાજા પોલીસ લાઈનમાં રહે છે તેમ જણાવ્યું હતું. વ્હોટ્સએપ અને ફોન પર સતત થતી વાતચીત દરમિયાન અમિતે રીટાને કહ્યું હતું કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે અને તને પામવા હું કોઈપણ હદ સુધી જઈ શકું છું.ત્યાર બાદ રીટા ખેંચની બિમારીને લીધે માનસિક તાણમાં હતી ત્યારે અમિતે વિડીયો કોલ કરીને અઘટીત માંગણી કરી હતી. અમિતની હેરાનગતિથી કંટાળી રીટાએ છેવટે પતિને જાણ કર્યા બાદ ગતરોજ અમિત વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

 

(6:20 pm IST)