ગુજરાત
News of Tuesday, 22nd June 2021

ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક રીક્ષા ઝડપી પોલીસે બોરીસણાના શખ્સને ઝડપી પાડયો

ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે સાંતેજ પોલીસની ટીમે શેરીસા નર્મદા કેનાલ બ્રીજ પાસેથી બાતમીના પગલે દેશી દારૃની હેરાફેરી કરતી એક રીક્ષા ઝડપી લીધા હતી અને તેમાં સવાર બોરીસણાના શખ્સને પકડી દારૃ સહિત પ૦૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ભોયણ મોટીમાં જયાં દારૃ આપવાનો હતો તે મહિલા બુટલેગર સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.   

ગાંધીનગર જિલ્લામાં હાલ પ્રોહીબીશન ડ્રાઈવ ચાલી રહી છે અને દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ કરનાર બુટલેગરો તેમજ ખેપીયાઓને પકડવા માટે ઝુંબેશ આદરવામાં આવી છે. ત્યારે સાંતેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ખોરજાપરા બોરીસણા ગામનો અજયજી બલાજી ઠાકોર તેની રીક્ષા નં.જીજે-૧૮-એવાય-૭૭૦૫માં દેશી દારૃ ભરીને પલસાણાની મોટી ભોયણ ગામ તરફ જવાનો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે શેરીસા નર્મદા કેનાલ બ્રીજ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રીક્ષા આવતા તેને ઉભી રાખી હતી અને તેમાં સવાર અજયજી ઠાકોરને ઝડપી લીધો હતો. સીટમાંથી અલગ અલગ દસ પ્લાસ્ટિકની કોથળીઓમાંથી દેશી દારૃ મળી આવ્યો હતો. દારૃ સંદર્ભે પુછતાં મોટી ભોયણ ખાતે મયુર વુમન્સ કંપની સામે રહેતી કાંતાબેન ઉર્ફે જાડી રામાજી ઠાકોરને ત્યાં આપવા જવાનો હોવાનું કબુલ્યુ હતું જેથી પોલીસે દારૃ અને રીક્ષા મળી પ૦૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને કાંતાબેન ઠાકોર સામે પણ પ્રોહીબીશનનો ગુનો નોંધીને શોધખોળ આદરી હતી

(6:21 pm IST)