ગુજરાત
News of Tuesday, 22nd June 2021

લ્‍યો કરો વાત તસ્‍કરોને હવે પોલીસ અધિકારીનો પણ ખોફ રહ્યો નથી

અમદાવાદમાં ACP ટ્રાફિક પોલીસ ચોરી બાદ કોન્‍સ્‍ટેબલના ઘરમાંથી પણ હાથ ફેરો કરી ગયા : કોન્‍સ્‍ટેબલના ઘરમાંથી રીવોલ્‍વર દાગીના સહિત રૂ.૧.૪૯ લાખની મતા ઉઠાવી ગયા

અમદાવાદ: શહેરમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ અને રથયાત્રાના કારણે કોમ્બિંગ નાઈટ છતાં તસ્કરો બેફામ બનતા પોલીસની કામગીરી શંકાસ્પદ હોવાનું નકારી શકાય તેમ નથી. શહેરના એચ ડિવિઝનના એસીપી બાદમાં ટ્રાફિક પોલીસ ચોકીમાં ચોરી થઇ હતી. હવે તસ્કરોએ હાલમાં ફરજ પરથી મોકૂફ હેડ કોન્સ્ટેબેલના ઘરમાંથી 32 બોરની રિવોલ્વર, રોકડા અને સોના ચાંદીના દાગીના સહીત કુલ રૂ.1.49 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ નિકોલમાં ફરજ બજાવતા હતા તેમના અને સહકર્મીએ બુટલેગર પાસેથી 10 લાખ પડાવ્યા હતા અને અંગે તપાસ બાદ તેમને સસ્પેન્ડ કરાયા હતા. જોકે સસ્પેન્ડેડ અધિકારી કર્મચારીને પોતાનું હેડક્વાર્ટર છોડતા પહેલા જાણ કરવાની હોય છે તેમને અમદાવાદ છોડતા પહેલા જાણ કરી હતી કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

(9:17 pm IST)