ગુજરાત
News of Thursday, 22nd July 2021

ગુજરાત ભાજપ મહિલા મોરચાની 162 સભ્યોની પ્રદેશ કારોબારી જાહેર

પ્રદેશ પ્રમુખ ડો.દીપિકાબેન સરડવા દ્વારા મહિલા મોરચાના પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામની જાહેરાત : રાજકોટના રમાબેન હેરમાં, કચ્છના પારસબા જાડેજા, મોરબીના હંસાબેન ઠક્કર સહિતનો સમાવેશ : જુઓ સંપૂર્ણ યાદી

અમદાવાદ : ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં મિશન 150 પાર પાડવા સંગઠનમાં ફેરફારો કરવાથી લઈ જનતા સુધી જવા માટે કાર્યકરો અને આગેવાનોને આદેશો કરી રહ્યો છે. જ્યારે પ્રદેશ પ્રમુખ પાટીલ પણ સંગઠનને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગરૂપે બુધવારે મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.દીપિકાબેન સરડવા દ્વારા મહિલા મોરચાના પ્રદેશ કારોબારી,પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા કુલ 162 સભ્યોની પ્રદેશ કારોબારી જાહેર કરવામાં આવી છે.

આ પહેલા માર્ચ 2021માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની 2022માં યોજાનાર ચૂંટણી પૂર્વે 283 સભ્યોની જમ્બો કારોબારીની જાહેરાત કરી હતી. જેમાં પ્રદેશ કારોબારીમાં 79, પ્રદેશ આમંત્રિત 151 અને વિશેષ આમંત્રિત 53 સભ્યોનો સમાવેશ કર્યો હતો. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર જિલ્લાના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

(10:47 pm IST)