ગુજરાત
News of Thursday, 22nd July 2021

સાયન્સ સીટીના એક્વેટિક ગેલેરીમાં માછલી મૃત્યુ અંગે સ્પષ્ટતા: તમામ માછલીઓ સુરક્ષિત

કેટલાક ફોટો વીડિયો દર્શાવાઇ 3થી 4 મહિના જુના છે : તંત્ર દ્વારા સ્પષ્ટતતા કરાઈ

અમદાવાદના સાયન્સ સિટીમાં હાલમાં જ પીએમ મોદીએ ત્રણ નવા વિકલ્પોની શરૂઆત કરાવી હતી. અમદાવાદનાં આંગણે વિશ્વ સ્તરનું એકવાટિક ગેલેરી ઊભી કરવામાં આવી છે જેમાં અનેક પ્રકારનાં જળચર જીવો છે. એવામાં સાયન્સ સિટીને લઈને અફવા ફેલાઈ રહી છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સાયન્સ સિટીમાં ઊભી કરવામાં આવેલ એકવેટિક ગેલેરીમાં માછલીઓ મરી રહી છે. એવામાં તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેટલાક ફોટો વીડિયો દર્શાવાઇ 3થી 4 મહિના જુના દર્શાવવામાં આવી રહ્યાં છે. 

   અમદાવાદ સાયન્સ સિટીએ એક્વેટિક ગેલેરીને લઇને  સ્પષ્ટતતા કરી છે કે એક્વેટિક ગેલેરીમાં તમામ માછલી સુરક્ષિત છે. તંત્રએ એક્વેટિક ગેલેરીમાં માછલીના મૃત્યુ થયાની ખબરોનું ખંડન કર્યું છે કે માછલીઓના મોતના સમાચાર ફેલાઇ રહ્યા છે તે માત્ર અફવા છે અને એક્વેટિક ગેલેરીમાં તમામ માછલીઓ સ્વસ્થ છે. કેટલાક ફોટો વીડિયો દર્શાવાઇ 3થી 4 મહિના જુના દર્શાવવામાં આવી રહ્યાં છે, જોકે કહેવામાં આવ્યું છે કે ફોટા અને વીડિયો દર્શાવેલી મૃત માછલીઓએ માછલીઓના ખોરાક માટેનું સંગ્રહસ્થાન છે.

સાયન્સ સિટીની અંદર ભારતનું સૌથી મોટું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે. આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રજાતિની 11600 વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાય છે.  દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર પણ બનાવવામાં આવેલ છે. 

(12:23 am IST)