ગુજરાત
News of Wednesday, 22nd September 2021

ફોર્ડ મોટરે ભારતમાંથી વિદાયની જાહેરાત કરી : ડિસેમ્બર સુધીમાં સાણંદ સ્થિત મેન્યુ. પ્લાન્ટ બંધ કરી દેશે : ૧૬૦૦ કામદોરો ઉપર સંકટ

જિજ્ઞેશ મેવાણીએ કરી કર્મચારીઓને સરકારી નોકરી આપવાની માંગ

અમદાવાદ,તા.૨૨: સાણંદ સ્થિત ફોર્ડ ઈન્ડિયા લિમિટેડના પેસેન્જર કાર મેન્યુફેકચરિંગ પ્લાન્ટમાં હાલ કામ કરી રહેલા કર્મચારીઓને સરકારી નોકરી આપવાની વાત વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરી છે. અમેરિકન ઓટોમોબાઈલ કંપનીના સાણંદ સ્થિતિ પ્લાન્ટમાં કામ કરતાં આશરે ૮૫૦ કર્મચારીઓના યુનિયન કર્ણાવતી કામદાર એકતા સંઘ (KKES)ના પ્રતિનિધિઓ સાથે જિજ્ઞેશ મેવાણીએ મુલાકાત કરી હતી.

ફોર્ડ મોટર કંપનીએ થોડા દિવસ પહેલા જ ભારતમાંથી વિદાય લેવાની જાહેરાત કરી હતી. ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં તેઓ સાણંદ સ્થિત મેન્યુફેકચરિંગ પ્લાન્ટ બંધ કરી દેવાના છે. 'આ પ્લાન્ટ બંધ થયા પછી હજારો કર્મચારીઓ બેરોજગાર થઈ જશે. બેરોજગારી ચરમ પર છે ત્યારે જ આ દ્યટના બની રહી છે. કંપનીએ સુનિશ્યિત કરવું જોઈએ કે તમામ કર્મચારીઓને બીજી નોકરી મળી રહે. જો આ પ્લાન્ટ કોઈ બીજી ખાનગી કંપનીને વેચાયો હોય તો આ નવી કંપનીએ બેરોજગાર થનારા આ તમામ કર્મચારીઓને એ જ પગાર અને લાભ સાથે નોકરીએ રાખી લેવા જોઈએ', તેમ જિજ્ઞેશ મેવાણીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું.

ફોર્ડ ઈન્ડિયાના પ્રવકતાએ કહ્યું, 'પુનર્ગઠનના કારણે જે લોકોને સીધી અસર થવાની છે તેમની કાળજી લેવાય અને સંતુલન જાળવી શકાય તે માટે અમે યુનિયનો અને અન્ય લાગતાવળગતા લોકો સાથે કામ કરવા બંધાયેલા છીએ. અમે યુનિયન સાથે ચર્ચા શરૂ કરી દીધી છે.'

ફોર્ડ ઈન્ડિયા લિમિટેડ તરફથી મળેલી માહિતી અનુસાર, આશરે ૧૬૦૦ કર્મચારીઓ સાણંદના પ્લાન્ટમાં કામ કરે છે. 'રાજય સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને જો ખાનગી કંપની કર્મચારીઓને નોકરી ન આપી શકતી હોય તો સરકારી નોકરી આપવી જોઈએ. ફુગાવો વધી રહ્યો છે ત્યારે અસંખ્ય પરિવારો માટે દિવસો કાઢવા મુશ્કેલ બની જશે. આ બાબત એ પણ દર્શાવે છે કે, ગુજરાતમાં શ્રમિક કાયદો નબળો છે અને તેમને લદ્યુત્ત્।મ વેતન પણ પૂરું પાડી શકાતું નથી', તેમ મેવાણીએ ઉમેર્યું.

ભૂતકાળમાં કર્ણાવતી કામદાર એકતા સંદ્યે રાજય સરકાર પાસે રોજગાર અને નોકરીની સુરક્ષા આપવાની રજૂઆત કરી હતી. કર્ણાવતી કામદાર એકતા સંદ્યના ઉપપ્રમુખ અનિલ ઝાલાએ કહ્યું, 'જો આ કામદારોની નોકરી જતી રહેશે તો તેમના અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે. અમે રાજયના શ્રમ વિભાગ ઉપરાંત અમદાવાદના ખાનપુર સ્થિત લેબર કમિશનરને પણ રજૂઆત કરી છે. અમે મુખ્યમંત્રીને પણ ઈ-મેઈલ મોકલ્યો છે. જોકે, હજી કોઈ જવાબ મળ્યો નથી.' 

(10:35 am IST)