વડોદરાના તાંદલજા વિસ્તારમાં મિલ્કતમાં ભાગ માંગી પુત્રએ સ્કૂટર સળગાવી દેતા ગુનો દાખલ
વડોદરા: શહેરનાતાંદલજા તાઇફનગરમાં રહેતા આરઝુબેન ગુલામકાદર વ્હોરાએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું મારી પુત્રી સિમ્મી સાથે રહુ છું.અને મારા પતિનું વર્ષ-૨૦૧૫ માં અવસાન થયુ છે.હું મારા પતિની બીજા નંબરની પત્ની છું.મારા પતિના પહેલા લગ્ન સમીયાલા ખાતે રહેતી રશીદા સાથે થયા હતા.અને તેનાથી બે દીકરીઓ અને એક દીકરો અસ્ફાક છે.મારા પતિએ રશીદાને છૂટાછેડા આપ્યા પછી મારી સાથે બીજા લગ્ન કર્યો હતા.મારી દીકરી ઇન્ટર્નશિપ માટે જવા આવવા સ્કૂટરનો ઉપયોગ કરે છે.મારા પતિના અવસાન પછી ચાર મહિના ૂબાદ અસ્ફાક રાજકોટ ઉઘરાણી કરીને આવું છું.તેમ કહીને ઘરેથી નીકળી ગયા પછી પરત આવ્યો નહતો.અને હાલમાં તે વડોદરા આવ્યો હતો.અને મકાનમાં ભાગ માંગ્યો હતો.જેથી,પાદરા હાજીનગરનું મકાન તેને રહેવા માટે આપ્યુ હતું.પરંતુ,અસ્ફાક એવું કહેતો હતો કે,મારે તો અહીંયા જ રહેવું છે.અને તેણે મારી સાથે ઝઘડો કરી ઘરમાં તોડફોડ કરી હતી.