News of Thursday, 22nd September 2022
કિયારા અડવાણી વિમલ હેલ્ધી ઓઈલ્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર
અમદાવાદઃ વિમલ હેલ્ધી ઓઈલ બ્રાન્ડ, આ વર્ષે તેની ૩૦મી વર્ષગાંઠ પણ ઉજવી રહ્યું છે, ત્યારે બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લઈને નવા ૩૬૦ ડિગ્રી એડ અભિયાનનો શુભારંભ કરશે.
જ્યારે કિયારા અડવાણીને આ બ્રાન્ડ સાથે જોડાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, કે હું વિમલ ઓઇલ સાથે જોડાઈને ખૂબ જ ખુશ છું. હું અત્યંત ફિટ છું અને હેલ્થ પ્રત્યે સજાગ છું. હું હંમેશા વિચારતી હતી કે માત્ર થોડા જ તેલ એવા છે જેને આરોગ્યપ્રદ તરીકે ગણવામાં આવે છે પરંતુ, વિમલ સાથે જોડાયા પછી, મેં તેની ન્યુટ્રિશન રીટેન્શન ટેકનોલોજી જાણીને ખુશ હોવાનું જણાવેલ.
(3:50 pm IST)