ગુજરાત
News of Thursday, 22nd September 2022

સુરતના કાપોદ્રા વિસ્તારના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો:પોલીસે ગણતરીના દિવસમાં આરોપીઓને ઝડપી લીધા

હીરાના કારખાનામાં શેઠ તથા કારીગરોને બંધક બનાવી સાડા સાત લાખના હીરા અને એક લાખ રૂપિયા રોકડની દિલ ધડક લૂંટ કરનારા ચાર પૈકી ત્રણ આરોપીને પોલીસે ઝડપ્યા

સુરતમાં કાપોદ્રા વિસ્તારમા હીરાના કારખાનામાં શેઠ તથા કારીગરોને બંધક બનાવી સાડા સાત લાખના હીરા અને એક લાખ રૂપિયા રોકડની દિલ ધડક લૂંટ કરનારા ચાર પૈકી ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધા છે અને મુદ્દા માલ પકડવાની દિશામાં ચક્ર ગતિમાન કર્યા છે પકડાયેલા આરોપી પૈકી એક આરોપી અગાઉ કારખાનામાં સાથી કર્મચારી સાથે સુવા માટે આવતો હતો ત્યારબાદ સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો.

 સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા અક્ષર ડાયમંડ એપાર્ટમેન્ટના બ્રહ્માણી હીરાના કારખાનામાં 20 મી સપ્ટેમ્બરના રોજ ચપ્પુની અણીએ દિલ ધડક લૂંટ ચલાવવામાં આવી હતી કારખાનામાં 17 કર્મચારી હતા અને બે ભાગીદારો હતા તે તમામને બંધક બનાવીને લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયા હતા આ અંગે કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી લઇ સમગ્ર કેસનો પડદા પાસ કર્યો હતો.

આરોપી (૧) વિપુલ ઉર્ફે બાજ ડાબજીભાઇ નકુમ જાતે આહીરો હીરા મંજૂરી રહે બાપા સીતારામ ટેનામેન્ટ કરવા કેન્દ્ર કાર્બોદ્રા સુરત મુળગામ કોટડી તા.રાજુલા જી.અમરેલી. (૨) દિપક નાગજીભાઇ લાડુમોર ઘણો હીરા મજુરી રહે માન ૯૭ સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે બોમ્બે માર્કેટ રોડ પુણાગામ સુરત મુળગામ દુલર્ભ નગર મહુવા રોડ સહુલા જી અમરેલી (૩) અશ્વીન અમરત ઠાકોર ધંધો ચા ની લારી રહે. રર૬ સોમનાથ સોસાયટી જી.છબી ની પાછળ કાપોદ્રા..

રીકવર કરેલ મુદ્દામાલ- 1. રીકટ હિરા 100 કેરેટ તથા તૈયાર હિરા 20 કેરેટ મળી જેની કુલ્લે આશરે કિંમત- 7,00,000 2. રોકડા રૂપિયા 70,500  3. -બે રેમ્બો છરા તથા ટાટા કંપનીનો લાકડાના કથાવાળો કોઇનો..

ડીસીપી ઝોન 1 સજનસિંહ પરમારે જણાવ્યું હતું કે બ્રહ્માણી હીરાનું કારખાનું ધરાવતા મનસુખભાઈ રવૈયા એ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ચાર જેટલા આરોપીઓ મોં પર રૂમાલ બાંધી માથે ટોપી પહેરી ઓફિસમાં આવ્યા હતા અને ઓફિસના ટેબલ પર રહેલા તૈયારીરાના પડીકા તથા તિજોરીમાં રહેલા હીરા મોબાઇલ સહિતની લૂંટ ચલાવી હતી તથા તમામને લીધા હતા પોલીસે તપાસ કરતા ત્રણ આરોપી ઝડપાયા હતા અને મુદ્દા માલ પકડવાની ગતિવિધિ હાથ કરવામાં આવી છે.

(9:17 pm IST)