ગુજરાત
News of Monday, 22nd November 2021

વડોદરાના નંદેસરીમાં બાઈક-સ્કૂટર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મોત: ત્રણ ઈજાગ્રસ્ત

વડોદરા: નંદેસરીમાં બાઇક અને સ્કૂટર સામ સામે અથડાતા એક યુવકનું મોત થયું છે.જ્યારે ત્રણ વ્યક્તિઓને ઓછીવત્તી ઇજા પહોંચી હતી

મૂળ ઉત્તરપ્રદેશના ચેનપુર ગામે રહેતો ધનંજય રાજેન્દ્રસીંગ સીેગ અને તેનો  પિતરાઇ ભાઇ હિમાંશુકુમાર રાજકુમાર સીંગ (ઉ.વ.૨૭)હાલમાં ગોરવા  પંચવટીની આસોપાલવ સોસાયટીમાં રહે છે.ધનંજય દિપક નાઇટ્રેટ કંપનીમાં એક્ઝીક્યુટિવ પ્રોડક્શન ઓફિસર તરીકે નોકરી કરે છે.જ્યારે હિમાંશુકુમાર પણ આ જ કંપનીમાં આસિસ્ટન્ટ પ્રોડક્શન ઓફિસર તરીકે નોકરી કરે છે.ગઇકાલે સવારે છ વાગ્યે બંને ભાઇ નોકરીથી છૂટીને બાઇક પર ઘરે જતા હતા.બાઇક ધનંજય ચલાવતો હતો.અને હિમાંશુ બાઇકની પાછળ બેઠો હતો.નંદેસરી જી.આઇ.ડી.સી.ના મેઇન રોડ પર આવેલા પેટ્રોલપંપ પાસેથી તેઓ પસાર થતા હતા.તે દરમિયાન સામેથી આવતા એક સ્કૂટરચાલકે સામેથી અકસ્માત કરતા બંને ભાઇઓ નીચે પટકાયા હતા.અકસ્માતમાં ધનંજયને કપાળ તથા મોઢા પર અને હિમાંશુને માથામાં ઇજા થઇ હતી.સ્કૂટર પર સવાર બે વ્યક્તિઓને પણ ઇજા  પહોંચી હતી.હિમાંશુ સ્થળ પર જ બેભાન થઇ  ગયો હતો.ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ડોક્ટરે હિમાંશુનું મોત થયું હોવાનું  જણાવ્યું હતું.પોલીસે સ્કૂટરચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

(6:04 pm IST)