ગુજરાત
News of Saturday, 23rd January 2021

સુરતમાં 11 વર્ષની કિશોરીની લત લગાડી ઘરમાં બોલાવીને બળાત્કાર : નરાધમ યુવકની ધરપકડ

મોબાઈલ આપવાની લાલચ આપી કિશોરી જેવી ઘરમાં આવી નરાધમે દરવાજો બંધ કરીને હવસનો શિકાર બનાવી

સુરતમાં ક્રાઇમનો ગ્રાફ સતત વધી રહ્યો છે, પણ ખાસ કરીને નાની બાળકીઓ સાથે બનતા જાતીય સતામણીના કેસોમાં ધરખમ વધારો થયો છે, હાલમાં ગુનેગારોને જાણે કે કાયદાનો કોઇ ડર જ ન હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. 11 વર્ષીય કિશોરીનું અપહરણ કરી તેના ઘરમાં લઇ ગયો હતો અને ઘરમાં લઇ જઇ તેની મરજી વિરૂદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાની માતા-પિતાને જાણ થતાં પોલીસે ફરિયાદ દાખલ કરી નરાધમ યુવકની ધરપકડ કરી હતી

ગોદાડરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આજ વિસ્તારમાં રહેતા દિલીપ પાલ નામના યુવકે પોતાની પડોશમાં રહેતી 11 વર્ષય કિશોરીને હવસનો શિકાર બનાવી હતી. કિશોરીને પોતાની નજીક લાવવા માટે દિલીપે પોતાનો મોબાઈલ તેને વાપરવા આપતો હતો. કિશોરીને સતત મોબાઈલનો ઉપયોગ કરવાથી તેની લત લાગી ગઈ હતી. અચાનક ગઈ કાલે દિલીપે પોતાનો મોબાઈલ પાછો લઈ લીધો હતો. કિશોરીએ મોબાઈલ માંગ્યો તો ઘર બહાર નીકળશે તો મોબાઈલ આપવાની વાત દિલીપે કહી હતી. પોતાની લતને પગલે કિશોરીને દિલીપે પોતાના ઘરમાં બોલાવી હતી

કિશોરી જેવી ઘરમાં આવી કે તરત જ દિલીપે ઘરનો દરવાજો બંધ કર્યો હતો. ત્યાર બાદ 11 વર્ષીય કિશોરી પર તેણે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યું હતું. ત્યાર બાદ કિશોરી પોતાના ઘરે જતી રહી હતી. જોકે સમગ્ર મામલની જાણ કિશોરીએ પોતાના માતા-પિતાને કહી હતી. દુષ્કર્મ થયાની વાત સાંભળતા જ માતા-પિતાના ધ્રુજી ગયા હતાં અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દિકરીની આપવીતી જાણી માતા-પિતાએ ગોદાદરા પોલીસ મથકે પહોંચી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે દિલીપ વિરુદ્ધ પોસ્કો અને 376 એક્ટ ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે 25 વર્ષીય દિલીપ એમરોઇડરી કારખાનામાં કામ કરે છે અને અપરિણીત છે. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાંથી રીમાંડ મેળવી સમગ્ર સાચી હકીકત મેળવવાની તજવીજ હાથ ધરી છે

(10:37 pm IST)