ગુજરાત
News of Saturday, 23rd January 2021

રાજપીપળા પોસ્ટના કર્મચારીને "કર્મચારી બુલેટીન" ના અંક પહોંચાડતા ન હોવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત

ટપાલીઓ દ્વારા અંકો ગેરવલ્લે મૂકી દઈ લાભાર્થીઓ સુધી પહોંચાડાતા ન હોવાના આક્ષેપ સાથે રજુઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોસ્ટ ઓફિસમાંથી ટપાલીઓ ટપાલ ટપાલ ગેરવલ્લે મૂકી જેતે લાભાર્થીઓ સુધી અંક પહોંચતા ન હોવાની લેખિત રજુઆત ભરૂચ પોસ્ટ ઓફીસના સુપ્રીટેન્ડન્ટ સમક્ષ કરાઇ છે.

  રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના કર્મચારીઓની માહિતી ની જાણકારી માટે દર માસે અમદાવાદ કર્મચારી મહામંડળ તરફથી અંક પ્રસિધ્ધ કરવામા આવે છે.આ અંક દર માસની તા.૨૫ પછી જે તે જિલ્લા/તાલુકા ના કર્મચારીને નિયમીત પોષ્ટ મારફત ટપાલ કરવામાં આવે છે. મોટા ભાગના કર્મચારીઓ અંક દર માસે તા.૨૫ પછી નિયમીત મળી જાય છે પરંતુ દુ:ખ સાથે ફરી આપને રીમાઈડ  કરવાની ફરજ પડી છે કે નર્મદા જિલ્લા માં દર માસે ૩૦ થી ૩૫ કર્મચારી અંકો મંગાવે છે તેમ છતાં દરેકને દર માસે નિયમીત અંકો મળતા નથી આ અંકો કયાં પડી રહે છે કે કયાં આપી દેવામાં આવે છે જેની તપાસ કરી દર માસે નિયમીત દરેકને અંકે પહોચતા થાય એવી રજુઆત રાજપીપળા ના કેટલાક કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

(12:53 am IST)