ગુજરાત
News of Saturday, 23rd January 2021

ડોર ટુ ડોર કલેકશન મોડેલ

કોરોનાને કારણે રકતદાનનું પ્રમાણ ઘટતા હવે ડોનર્સના ઘરે પહોંચી બ્લડ બેંકો

ઘરે કે ઓફિસે આવીને બ્લડ લઇ જાય છે બેંકો

અમદાવાદ, તા.૨૩: કોવિડ-૧૯ મહામારીએ દ્યણી વસ્તુઓ બદલી નાખી છે, જેમાં બ્લડ એકત્રિત કરવાની રીત પણ સામેલ છે. હાલના સમયમાં લોકો બ્લડ ડોનેટ કરવા માગતા નથી ત્યારે બ્લડ બેંકો હવે ડોનર્સના ઘરે જઈને અને ઓફિસોમાં જઈને બ્લડ લે છે. હકીકતમાં, શહેર દ્વારા હાલમાં ગુજરાતના અને કદાચ ભારતના પ્રથમ એવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જયાં બેંકો ડોનર્સના ઘરે અથવા કાર્યસ્થળ પર યુનિટ એકત્રિત કરવા માટે પહોંચી હતી.

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (IRCS), અમદાવાદ ચેપ્ટરના મેડિકલ ડિરેકટર ડો. વિશ્વવાસ અમિને જણાવ્યું કે, તેમણે આ કેમ્પનું આયોજન શહેરના જૈન લોટસ ગ્રુપ સાથે મળીને કર્યું હતું, જયાં તેમણે ૨૧મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બરની વચ્ચે બ્લડના ૭૦૦ યુનિટ એકઠાં કર્યા હતા. તેમણે કહ્યું કે, 'મોડેલની સફળતાથી ખુશ થઈને અમે એડીસી બેંક સાથે મળીને સમાન કેમ્પની શરુઆત કરી છે'. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.

સમગ્ર પ્રક્રિયા વિશે વાત કરતાં જૈન લોટસ ગ્રુપના પ્રમુખ મયુર શાહે જણાવ્યું કે, આ તેમના બ્લડ ડોનેશનનું સતત ૨૫મું વર્ષ છે. 'અમે અમારી સિલ્વર રનમાં મહામારી દખલગીરી કરે તેમ નહોતા ઈચ્છતા.'

તેમણે કહ્યું કે, ‘IRCS તેમની બ્લડ ડોનેશન વાન મોકલવા માટે સંમત થઈ હતી, ત્યારબાદ અમે ૯૨૫ સભ્યોનો સંપર્ક કર્યો અને તેમને અનુકૂળ તારીખ, સમય અને જગ્યા જણાવવા કહ્યું હતું', તેમ તેમણે કહ્યું. આ સાથે તેમણે ઉમેર્યું કે, માત્ર રેસિડેન્શિયલ વિસ્તારોમાંથી જ નહીં પરંતુ ઓઢવ, રખિયાલ, લાંભા અને રતનપુર જેવા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાંથી પણ ડોનર્સ આગળ આવ્યા હતા.

મયુર શાહે વધુમાં કહ્યું કે, આ એક પ્રકારની ઉપલબ્ધિ છે. કારણ કે ડોનેશન ૨૦૧૯માં એકત્રિત કરવામાં આવેલા ૮૦૦ યુનિટથી ઘટ્યું હતું.

વ્યવસ્થા હંમેશા આર્થિક રીતે સધ્ધર હોતી નથી, દરેક યુનિટ એકઠું કરવા માટે જરૂરી સંસાધનોની જરૂર પડે છે. પરંતુ ડો. અમિને જણાવ્યું કે, આ વધારે ડોનરને સામેલ કરવાનો આગળનો રસ્તો બનશે. તેમણે જણાવ્યું કે, 'જરૂરિયાત એ શોધની માતા છે. અમે ૨૦૧૯-૨૦માં એકત્રિત કરેલા ૫૩,૧૨૭ યુનિટથી ૨૦૨૦-૨૧ના પહેલા નવ મહિનામાં ૨૩,૫૧૭ યુનિટના ઘટાડાના સાક્ષી રહ્યા છીએ'.

સરેરાશ દૈનિક સંગ્રહમાં IRCS, અમદાવાદે ૨૦૧૯-૨૦માં ૧૪૬થી ૨૦૨૦-૨૧ના પહેલા નવ મહિનામાં ૮૬ સુધીનો દ્યટાડો નોંધ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, બ્લડ બેંકોને દર મહિને થેલેસેમિયા ધરાવતા બાળકો તેમજ નિયમિતરુપથી સંક્રમણમાંથી પસાર થઈ રહેલા દર્દીઓ માટે મહિને ૮૦૦થી ૧૦૦૦ યુનિટની જરૂર પડે છે.

અન્ય બ્લડ બેંકોમાં પણ આવો જ ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યૂઝન એન્ડ ઈમ્યુનોહેમેટોલોજી, ગુજરાત ચેપ્ટરના ડો. સંજય ગુપ્તાએ કહ્યું કે, કલેકશન કોરોના પહેલાના સ્તરમાં ૪૦થી ૪૫ ટકા ઘટ્યું છે.

આમ, 'ડોર ટુ ડોર કલેકશન મોડેલ' આગળનો રસ્તો બની શકે છે, તેમ ખ્ઝ્રઘ્ બેંકમા જનરલ મેનેજર પ્રિતેશ મહેતાએ જણાવ્યું. 'અમે અમારી ૧૦૧ બ્રાંચમાંથી બ્લડના ૪૦ યુનિટ મેળવી રહ્યા છીએ, કારણ કે ડોનર્સને તે સુરક્ષિત વિકલ્પ લાગે છે. અમારો ટાર્ગેટ ૧૦૦૦ યુનિટ એકઠાં કરવાનો છે', તેમ તેમણે કહ્યું.

પ્રથમ બ્લડ સેન્ટરના મેડિકલ ડિરેકટર ડો. રિપલ શાહે જણાવ્યું કે, તેમણે બ્લડ કલેકશન મોડેલનો આરંભ કર્યો, જેણે મહામારી દરમિયાન સંપૂર્ણ રીતે કામ કર્યું જયારે ડોનર્સ કેમ્પમાં આવવા તૈયાર નહોતા.

(10:19 am IST)