ગુજરાત
News of Saturday, 23rd January 2021

૫૪ જેટલા DYSPઓના ફેરફાર ન કરવા પડે તે માટે આ મામલો પેન્ડીંગ રાખી બીજા સરળ ફેરફારો કર્યા

નરસિંહમા કોમાર અને રાજકુમાર પાંડિયન અને અશોક કુમાર યાદવ વી. ને મૂળ સ્થાને જ બઢતી ... સ્થાનિક સ્વરાજય ચૂંટણીને કારણે તંત્ર આ રીતે નિર્ણય લેશે તેવા 'અકિલા' ના અહેવાલો યથાર્થ ઠર્યા : ૫૦ લાખની લાંચના છટકા બાદ થયેલ ઉહાપોહની અસર અમદાવાદ રેન્જ વડાના પોસ્ટીંગ સુધી પહોંચીઃ ક્રાઈમબ્રાન્ચનું સુકાન પ્રચલિત નામોની ચર્ચા વચ્ચે પ્રેમવીરસિંહને સુપરત

રાજકોટ તા. ૨૩, અંતે ધારણા મુજબ ૨૦૦૭ બેંચના એસપી લેવલના આઈપીએસ અધિકારીઓને બઢતી આપવાની કડાકૂટ થી દુર રહી અમદાવાદ રેન્જ વડા અને અમદાવાદ શહેર ક્રાઇમ વડા અને ડીસીપીની ખાલી જગ્યા ભરી સામાન્ય આઇજી અને ડીઆઇજી લેવલના ૪ અધિકારીઓને  મૂળ સ્થાને જ બઢતી આપવા ગૃહ મંત્રાલય આગળ વધી રહ્યાં 'અકિલા' દ્વારા પ્રસિદ્ઘ થયેલ સમાચારો યથાર્થ ઠર્યા છે.                                          

 એસપી લેવલ તમામને બઢતી આપે તો સામે એટલા ફેરફાર કરવા પડે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમા તંત્ર અને રાજકીય આગેવાનો માટે રાત થોડી અને વેષ ઝાઝા જેવી પરિસ્થિતિ હોવાથી એ બાબત પેનડીગ રાખી આગળ વધેલ છે.           

 આજ રીતે નવા ડાયરેકટ ૨૭ ડીવાયએસપી રેગ્યુલર પોસ્ટીંગ આપવા માટે ૫૪ જેટલા ફેરફાર કરવા પડે આગળ જણાવ્યું તેમ ચૂંટણી કારણે તથા અન્ય ડિમાન્ડ પગલે આ નિર્ણય હાલ તુરત મુલતવી રાખ્યો.                

 આવા ડીવાયએસપીઓના પગારનો પ્રશ્ન લટકતો ન રહે તે માટે કોઇ સ્પષ્ટતા વગર ખાલી જગ્યાઓ પર મૂકી સરકારે પગારથી વંચિત ન રહે તેવી સંવેદના દાખવી છે. અમદાવાદ રેન્જના પોલીસ જમાદાર ૫૦ લાખની લાંચના પકડ્યા બાદ જે રીતે માછલાં ધોવાયા તે બાબત નજર સામે રાખી અમદાવાદ રેન્જમાં પ્રચલિત નામો બાજુ પર રાખી સ્વચ્છ છબી ધરાવતા વી. ચંદ્ર શેખર ને પસંદ કરવામાં આવ્યા છે.       

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બોસ તરીકે વિવિધ જિલ્લા અને શહેરનો બોહળો અનુભવ ધરાવવા સાથે સીએમ સિકયુરિટીમા ફરજ બજાનારા પ્રેમવિરસિહ પર પસંદગી ઉતારી છે.    

 ટેકનોસેવી નીરજ કુમાર બાદ ગુજરને સાબરકાંઠા અને સાબર કાંઠા એસપી ચૈતન્ય માંડલિકને ક્રાઇમ બ્રાન્ચ આપી છે. સીઆરપીએફમાંથી પરત ગુજરાત આવેલ અમિતભાઈના વિશ્વાસુ અને ઉમદા માનવી તરીકે જાણીતા અરુણ કુમાર શર્મા ને પણ ડીજી પદે મુકાયા છે તેમની નિવૃતિ બાદ વિકાસ સહાયને ડીજીપી બનાવાશે.

(11:42 am IST)