ગુજરાત
News of Saturday, 23rd January 2021

પંચાયતોના સ્વવિનંતીવાળા કર્મચારીઓની બદલીનો ઘાણવો

તલાટી, કલાર્ક, આરોગ્ય કાર્યકર સહીત એક સાથે ૬પની બદલીઃ સંયુકત : સચિવ જયદીપ દ્વિવેદીની સહીથી હુકમઃ ૧પ થી વધુ જિલ્લાઓને સ્પર્શતા ફેરફારો

રાજકોટ, તા., ૨૩:  રાજય સરકારના પંચાયત વિભાગ દ્વારા જુદી-જુદી હેલ્થ વર્કર ફાર્માસીસ્ટ, તલાટી મંત્રી, ફિમેલ હેલ્થ વર્કર વગેરે કેડરના સ્વવિનંતીવાળા ૬પ કર્મચારીઓની જિલ્લાફેર બદલીના હુકમ કર્યા છે. ગઇકાલે પંચાયત વિભાગના સંયુકત સચિવ શ્રી જયદીપ દ્વિવેદીની સહીથી બદલીના હુકમ થયા છે. સ્વવિનંતીવાળા કર્મચારીઓની એક સાથે આટલી મોટી બદલીના ઘાણવાથી નવો ઇતિહાસ રચાયો છે.

દ્વારકાના જુવાનસિંહ સરવૈયાને ભાવનગર, બોટાદના અલપેશ ઠાકોરને ગાંધીનગર, મૃગેશ પટેલને અમદાવાદ, જામનગરના વિપુલ પીઠીયા, વાસંતીબેન ડુંગરખીયા અને ઉમંગને અનુક્રમે જુનાગઢ અને બેને કચ્છ મુકવામાં આવ્યા છે. અમરેલીના હિતેન્દ્ર ચાવડા અને મહમદસાહેબ શેખની મહીસાગર તથા અમિત ચૌહાણ અને હેતલબેન રાજકોટની અનુક્રમે ખેડા તથા જુનાગઢ જિલ્લામાં બદલી થઇ છે. રાજકોટના અશોક ચૌધરી  પાટણ તથા ઇન્દ્રકુમાર ગુજરીયા ભાવનગર નિમણુંક પામ્યા છે. આણંદના હર્ષાબેન ડાભીને ભાવનગરમાં મુકાયા છે. ગીર-સોમનાથના જયપાલસિંહ ગોહીલને ભાવનગર તથા સિધ્ધાર્થ શ્રીમાળીને મહેસાણા બદલવામાં આવ્યા છે.

(11:43 am IST)