ગુજરાત
News of Saturday, 23rd January 2021

પોશીનાના દંત્રાલ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર

કુલ ૧૩ સભ્યોમાંથી ૯ સભ્યોએ હાજર રહી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ તરફી મત આપ્યા

હિંમતનગર:પોશીના તાલુકાના દંત્રાલ ગ્રામ દંત્રાલ ગ્રામ પંચાયત ખાતે પોલીસ બંદોબસ્ત અને પંચાયતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સામાન્ય સભા બોલાવાતા પંચાયતના કુલ ૧૩ સભ્યોમાંથી ૯ સભ્યોએ હાજર રહી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ તરફી મત આપતા ઉપસ્થિત પ્રસ્તાવ અધ્યાસી વિસ્તરણ અધિકારીએ અવિશ્વાસની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી હતી.

સરપંચ મગનભાઇ ડાભી વિરુદ્ધ ડે.સરપંચ રણજીતભાઇ ડાભી તથા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજુ કરાઇ હતી. જેના અનુસંધાને ગત શનિવારે દંત્રાલ ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભા બોલાવાઇ હતી પરંતુ સામાન્ય સભા દરમિયાન સરપંચ તેમજ ડે.સરપંચના બે જૂથો વચ્ચે સભ્યોની ખેંચતાણ બાબતે મામલો ઉગ્ર બનતા ધિંગાણુ મચ્યુ હતું. ધિંગાણામાં મારામારી સાથે પથ્થરમારો થતા પોલીસને દરમિયાનગીરી કરી ફાયરીંગ સાથે ટીયરગેસના સેલ છોડવા મજબુર થવુ પડયુ હતું.

(1:00 pm IST)