ગુજરાત
News of Saturday, 23rd January 2021

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં 7 વર્ષીય બાળકીને ફોસલાવી ઘરમાં લઇ જઈ નરાધમે શારીરિક અડપલાં કરતા દુષ્કર્મનો ગુનો દાખલ

વડોદરા: શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષના યુવકે ૭ વર્ષની બાળકીને પટાવીને પોતાના ઘરે લઇ જઇ શારીરિક અડપલા કર્યા હતા.તેની  સામે સિટિ પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફતેપુરા અડાણિયા પુલ પાસે રહેતો પ્રકાશ ઉર્ફે પિન્ટુ જીંગર પિતા સાથે રહે છે અને લાઇનિંગનુ કામ કરે છે.ગઇકાલે  બપોરે ૭ વર્ષની બાળકી ઘરેથી ચોકલેટ લેવા માટે નીકળી હતી,તે દરમિયાન પ્રકાશ તેને પટાવીને પોતાના ઘરે ઉપરના માળે લઇ ગયો  હતો.અને તેણે માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા શરૃ કર્યા હતા.પ્રકાશે બાળકીને પોતાના ગાલ પર કિસ કરવાનુ કહેતા બાળકી તેના ગાલ પર બચકુ ભરીને ભાગીને પોતાના ઘરે જતી રહી હતી.

ઘરે જઇને બાળકીએ પોતાની દાદીને આ બનાવની જાણ કરી હતી.દાદીએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી.અને છેવટે આજરોજ પરિવારજનોએ સિટિ પોલીસ સ્ટેશન જઇને પ્રકાશ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેથી,પોલીસે અપહરણ  અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને પ્રકાશની અટકાયત કરી કોરોના ટેસ્ટ માટે તેને સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો છે. 

(5:19 pm IST)