ગુજરાત
News of Saturday, 23rd January 2021

વડોદરાના આજવા રોડ નજીક પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી

વડોદરા:શહેરના આજવા રોડ,વાઘોડિયા રોડ તેમજ સલાટવાડા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૃનો જથ્થો જપ્ત કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

કારેલીબાગ પોલીસને માહિતી મળી હતી કે,સલાટવાડા જે.જે.પોઇન્ટ એપાર્ટમેન્ટમાં રહેતો સમીર ચંદ્રકાંત ખરોસે પોતાના ઘરે વિદેશી દારૃનો ધંધો કરે છે.જેથી,પોલીસની ટીમે ઉપરોકેત સ્થળે દરોડો પાડીને આરોપીને ઝડપી પાડી વિદેશી દારૃની ૨૪ બોટલ તેમજ બીયરના ૧૭ ટીન કબજે લીધા છે.

જ્યારે અન્ય એક બનાવમાં બાપોદ પોલીસે આજવા રોડ દત્તનગરમાં રહેતા  અને દારૃનો ધંધો કરતા આરોપી રોશન ભાણાજી કલાલ ને ઝડપી પાડી વિદેશી દારૃની ૮૪ બોટલ કિંમત રૃપિયા ૪૨ હજારની જપ્ત કરી છે.

આજરોજ બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાઘોડિયા રોડ વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,વાઘોડિયા રોડ ચંદ્રનગર સોસાયટી,પ્રભાત બસ સ્ટેન્ડ પાસે નરેશ શિવાભાઇ કહાર દારૃનો ધંધો કરે છે.જેથી,  પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો  પાડીને અલગ  અલગ બ્રાન્ડની વિદેશી દારૃની ૧૮૩  બોટલો  અને બીયરના ૨૩ ટીન મળીને કુલ  રૃપિયા ૩૧,૭૧૦ ની કબજે લીધી છે.

(5:19 pm IST)