મોડાસા:શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પાસેથી વાહનમાં ચેકીંગ હાથ ધરી ટ્રકમાં કેરેટની આડમાં સંતાડીને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસ ઝડપી પાડ્યો
મોડાસા:શામળાજી નજીક અણસોલ ચેક પોસ્ટ પાસે રાજસ્થાનથી ગુજરાતમાં આવતાં વાહનોનું પોલીસ ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન ટ્રકમાં કેરેટની આડમાં સંતાડીને વિદેશી દારૂ લઈ જવાતો હતો.
જેને પોલીસે ઝડપી પાડયો હતો.ટ્રકમાંથી વિદેશી દારૂની ૧૭૦ પેટીઓ મળી આવી હતી.પોલીસે વિદેશી દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા ૧૩.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનો પૈકી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરતાં હતા. તે દરમિયાન શુક્રવારે સવારના સુમારે રાજસ્થાન તરફથી ટ્રક ચાલક આવી રહયો હતો જે પોલીસને જોઈ રોડ ઉપર ટ્રક મૂકી નાસી છુટયો હતો.