ગુજરાત
News of Tuesday, 23rd February 2021

રાજપીપળાના લોકોની તિજોરીમાં પડી રહેલા કપડાં જરૂરીયાતમંદો માટે આપવા બર્ક ફાઉન્ડેશનની અપીલ

રાજપીપળામાં જરૂરીયાતમંદો માટે કપડાં અને રમકડાં માટે મોટું અભિયાન ચલાવવા માંગતા બર્ક ફાઉન્ડેશનના સંચાલકો: 2018ના વર્ષથી સેવાકાર્ય સાથે સંકળાયેલા બર્ક ફાઉન્ડેશન દ્વાર અનેક સેવાના કામો કરાઈ રહ્યાં છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા તેમજ આસપાસના ટ્રાઇબલ વિસ્તારના લોકો માટે મસીહાની જેમ સેવકાર્યો કરતી બર્ક ફાઉન્ડેશન નામની સંસ્થાના હોદેદારો જ્યોર્જ બર્ક, મારિયા બર્ક,માયા બર્ક,મધુબાલા બર્ક,જોયેશ બર્ક,સારા બર્ક તેમજ અન્ય મિત્રો દ્વારા 2018 ના વર્ષથી સતત સેવાની કામગીરી ચાલી રહી છે.જેમાં રોજ સવાર સાંજ 80 જેવા લોકોને સ્થળ પર પહોંચી પોતાના વાહનમાં ભોજન સહિતની અનેક વસ્તુનું વિતરણ કરવામાં આવે છે ત્યારે હાલમાં આ સંસ્થાના હોદેદારોએ એક નવું અભિયાન શરૂ કર્યું છે જેમાં લોકોની તિજોરીમાં પડી રહેલા અને લોકો એ કપડાં પહેરતા ન હોય તેવા કપડાં બર્ક ફાઉન્ડેશનને આપવા અપીલ કરી છે લોકો પાસેથી મળેલા સારા પણ લોકોને નહિ ગમતા કે અન્ય કારણોસર એ કપડાં પહેરતા ના હોય તેને આ સંસ્થા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી માનવતાનું કાર્ય કરે જ છે અને હજુ વધુ ને વધુ લોકો પાસે કપડાં મળે તેવી અપીલ પણ કરે છે.સાથે સાથે બીમાર દર્દીઓને દવાખાને પહોંચાડી જરૂરી સારવાર અપાવવી,ગરીબ બાળકોને અભ્યાસ માટેના સાધનો આપવા,નશાબંધી માટેના સેમિનારો કરવા સહિતના અનેક કર્યો આ સંસ્થા દ્વારા થઈ રહ્યા છે.જેમાં ખાસ કરીને લોકડાઉન લાગુ થયું ત્યારે રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં કામધંધા વગર ભૂખ્યા બેઠેલા લોકોને બે ટંક ભોજન પોતાની ગાડીમાં શોધી શોધીને પીરસતા હતા ત્યારે આવી સંસ્થાઓના સંચાલકો જોવા જઈએ તો જરૂરિયાતમંદ માટે મશીહા કહી શકાય.
 

(11:52 pm IST)