ગુજરાત
News of Tuesday, 23rd February 2021

SGVP ગુરુકુલમાં યોજાયેલ રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના

વાર્ષિક પાટોત્સવ – પ્રસંગે યોજાયેલ અન્નકૂટનો પ્રસાદ મજૂરો અને ગરીબોમાં વહેંચાયો

    અમદાવાદ તા.૨૩ SGVP ગુરુકુલમાં વિશાળપાયે યોજાતા તમામ પાટોત્સવ, દિપાવલી વગેરેમાં  ઠાકોરજીને ધરાવાતો અન્નકુટનો પ્રસાદ ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી મજૂરો અને ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબોને વહેંચવામાં આવે છે.

    એજ રીતે તાજેતરમાં વસંત પંચમી શિક્ષાપત્રી જયંતીના રોજ એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમમાં વિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ૨૦૦ વાનગીઓનો ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવેલ.

    તે અન્નકૂટનો તમામ પ્રસાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને કોઠારી મુક્તસ્વરુપદાસજી સ્વામીની સૂચના પ્રમાણે ગુરુકુલના સ્વયંસેવકો દ્વારા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ કન્યાશાળા, ઉવાસદ ગામ અપંગશાળા, ગોતા તથા કલોલ માવતર વૃદ્ધાશ્રમ તેમજ વસ્ત્રાલ ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબોને વહેંચવામાં આવેલ.

(12:35 pm IST)