ગુજરાત
News of Tuesday, 23rd February 2021

સુરતમાં ભાજપ સતાસ્થાને આપ વિરોધપક્ષે કોંગ્રેસ બહાર

૧ર૦ બેઠકમાંથી પ૬ બેઠકમાં ભાજપ-૧૬ બેઠકમાં આમ આદમી પાર્ટી તેમજ ૮ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય-કોંગ્રેસની કંગાળ સ્થતિ-વિરોધપક્ષ પણ ગયો...?

રાજકોટ તા.ર૩ : હિરાનગરી સુરતમાં આજે મતગણત્રીના પ્રારંભથીજ કેસરીયા માહોલમાં ભાજપનું કમળ પુરબહારમાં ખુલ્યુ છે. તો કોંગ્રેસનો પંજો ગુમ થઇ ગયો છે. આમ આદમી પાર્ટીએ પણ પ્રથમ ચુંટણીમાં શાનદાર દેખાવ કરીને સેકન્ડ લાર્જસ્ટ પાર્ટી બની છે.

સુરત મહાનગરપાલીકાના ૩૦ વોર્ડની ૧ર૦ બેઠકમાં ૪૮૪ મુરતીયાઓ મેદાને હતા ૬પ૦૦ કરોડનો વાર્ષિક નાણાકીય વહીવટ ધરાવતી સુરત કોર્પોરેશનમાંં ભાજપ વન્સમોર થયું છે સુરત મહાનગર પાલીકાનું ૪૭૧૪ ટકા મતદાનમાં ભાજપના ઉમેદવારોને લોકોએ સમર્થન આપ્યું છે જયારે કોંગ્રેસને સ્પષ્ટ જાકારો આપ્યો હોય તેમ જણાય છે. જયારે આમ આદમી પાર્ટીના ૧૭ ઉમેદવારો વિજેતા થઇ સુરતની ૧ર૦ બેઠકોમાં પ્રથમ તબકકાની મતગણત્રી બાદ ૪૭ બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે તો આમ આદમી પાર્ટીના ૧પ અને કોંગ્રેસના ૧૦ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

સુરતના વોર્ડ નં. ર-૪-૮-૧૬-૧૮માં આમ આદમી પાર્ટી વિજેતા થયા તો અન્ય વોર્ડમાં ભાજપના ઉમેદવારોના વિજય રથ આગળ નીકળી ગયો છે. ભાજપનો ૧,૧૪,૧પ,ર૧,રપ, ર૭, ર૯માં વિજય થયોછે.

સુરત મહાનગરપાલીકામાંં આમ આદમી પાર્ટી ભલે સતાથી દુર રહ્યું પરંતુ વિરોધ પક્ષનું સ્થાન કોંગ્રેસ પાસેથી આંચકી લીધું છે.

(4:05 pm IST)