News of Tuesday, 23rd February 2021
વડોદરાના જુદા જુદા બે વિસ્તારમાં આગ લાગવાની ઘટનાથી અફડાતફડી: ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો
વડોદરા:શહેરના જુદા જુદા બે વિસ્તારમાં વાહનોમાં આગ લાગવાના બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વાઘોડિયા રોડ વિસ્તારમાં પરિવાર ચારરસ્તાથી હાઇવે તરફ જવાના માર્ગે આજે બપોરે શોટસર્કિટના કારણે એક કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ થયો હતો.ફાયર બ્રિગેડ આગ બૂઝાવે ત્યાર પહેલાં આખી કાર આગમાં લપેટાઇ ચૂકી હતી.
માંજલપુર અલવા નાકા વિસ્તારમાં એક મોટર સાઇકલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
(4:58 pm IST)