ગુજરાત
News of Tuesday, 23rd February 2021

વડોદરાના તરસાલી વિસ્તારમાં 33 વર્ષીય શખ્સે અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા; શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષના યુવકે આજે સવારે ઘરે જ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી  દીધુ હતું.મકરપુરા  પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

તરસાલી બાયપાસ પાસે સિદ્ધેશ્વર હીલ માં રહેતા ચંદન અવધેશભાઇ સીંગ આજે સવારે ઘરે જ હતા.તે દરમિયાન સવારે અગિયાર વાગ્યે તેની પત્ની બ ેબાળકોને ટયુશનમાં મુકવા ગઇ  હતી.અને બાળકોને ટયુશનમાં મુકીને  પરત ઘરે આવી ત્યારે તેમના પતિએ મકાનનો દરવાજો અંદરથી બંધ કરીને  સિલિંગ ફેન  પર લાલ કલરના દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતો.તેમને બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા.અન મકાનનો દરવાજો તોડીન ે ચંદન સીંગને નીચે ઉતારીને સારવાર માટે લઇ ગયા હતાં.પરંતુ,ચંદનસીંગને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયુ હતુ.

(4:58 pm IST)