ગુજરાત
News of Tuesday, 23rd February 2021

સુરતના આગ્રારોડ નજીક ટેક્સ્ટાઇલના વેપારી સાથે 17 લાખની ઠગાઈ આચરનાર પિતા-પુત્રના આગોતરા જામીન અદાલતે રદ કર્યા

સુરત: શહેરમાં એકાદ બે વર્ષ પહેલા સુરતના ટેક્સટાઈલ વેપારી પાસેથી ઉધાર સાડીના પેમેન્ટ આપવાને બદલ દુકાનના શટર પાડી ગુનાઈત ઠગાઈનો કારસો રચનાર આરોપી પિતા-પુત્રએ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ આરતી વ્યાસે નકારી કાઢી છે.

આગ્રારોડ અલીગઢ ખાતે રહેતા આરોપી મુલચંદ મુકુંદલાલ વૈષ્ણવ તથા તેમના પુત્ર આશીષ વૈષ્ણવે સુરતના ફરિયાદી ટેક્સટાઈલ વેપારી પાસેથી ડીસેમ્બર-2018થી નવેમ્બર-2019 સુધી કુલ રૃ.17.47 લાખની કિંમતની સાડીની ઉધાર ખરીદી કરી હતી. જેનું નિયત સમયમાં પેમેન્ટની ઉઘરાણી કરતા આરોપી પિતા-પુત્રએ ફરિયાદીને ધાક ધમકી આપીને દુકાન બંધ કરી દીધી હતી. જેથી ધરપકડથી બચવા પિતા-પુત્રએ આગોદરા જામીન માંગ્યા હતા. 22 દિવસ બાદ ફરિયાદ કરી છે અને આવો કોઇ માલ ખરીદયો ન હોવાની રજુઆત થઇ હતી. જેના વિરોધમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, 17.47 લાખની સાડીનું પેેમેન્ટ નહી કરી ધમકી આપી છે.  આરોપીઓ પોલીસ તપાસમાં અલીગઢમાં મળ્યા નહોતા. તપાસમાં સહકાર આપવાને બદલે નાસતા ફરે છે. અને આવા ગુના આચરે તેવી સંભાવના છે.

(5:00 pm IST)