ગુજરાત
News of Tuesday, 23rd February 2021

રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : નવા 348 કેસ નોંધાયા : વધુ 294 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ એકપણ દર્દીનું મૃત્યુ નહીં : કુલ મૃત્યુઆંક 4406 : કુલ 2,61,575 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 8 જિલ્લામાં એકપણ કેસ નહીં : વધુ 72,713 લોકોને રસી અપાઈ : કુલ 8,14,435 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે વડોદરામાં 76 કેસ, અમદાવાદમાં 74 કેસ, રાજકોટમાં 52 કેસ, જામનગરમાં 8 કેસ, કચ્છમાં 7 કેસ, આણંદ, ખેડા અને મહીસાગરમાં 6-6 કેસ, ગીર સોમનાથમાં 5 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 1786 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 300ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 348 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 294 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે

 આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 348 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 294 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,61,575 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી  રાજ્યમાં  મૃત્યુઆંક  4406 છે  રાજ્યમાં રિકવરી રેટ 97,69 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે બીજા તબક્કામાં વધુ કુલ 72,713 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 8,14,435 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં હાલ 1786 એક્ટિવ કેસ છે, જેમાંથી 31 લોકો વેન્ટિલેટર પર અને 1755 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,61,575 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 315 પોઝિટિવ કેસમાં વડોદરામાં 76 કેસ, અમદાવાદમાં 74 કેસ,રાજકોટમાં 52 કેસ, જામનગરમાં 8 કેસ, કચ્છમાં 7 કેસ, આણંદ , ખેડા અને મહીસાગરમાં 6-6 કેસ, ગીર સોમનાથમાં 5 કેસ નોંધાયા હતા

(8:16 pm IST)