ગુજરાત
News of Tuesday, 23rd February 2021

ડેડીયાપાડામાં બોગસ પ્રેક્ટિસ કરતા 2 તબીબને મેડીકલ સામગ્રી સાથે ઝડપી ગુનો દાખલ કરતી પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા :નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પંથકમાં છાસવારે બોગસ તબીબો પ્રેક્ટિસ કરતા ઝડપાતા હોવાની ફરિયાદો નોંધાઈ છે જેમાં હાલમાં પણ વધુ બે બોગસ તબીબ દવાખાનું ચલાવતા ઝડપાઇ ગયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા સેજપુરના મેડિકલ ઓફિસર ડો.જીનલકુમાર મનુભાઇ પટેલ ની ફરિયાદ મુજબ મિલ્ટન દયાલભાઇ ઠાકુર તથા સીમુલ કાશીકાંત બીશ્વાસ બંને (રહે. ડેડીયાપાડા પોતે ડોક્ટર નથી તેમ જાણતા હોવા છતા એલોપેથીક દવાઓ વડે તબીબી પ્રેક્ટીસ કરી એલોપેથીક ટેબલેટો, બોટલો, બેડની સુવીધા, દવાઓ ઇંજેકક્ષનો ગેરકાયદેસર રીતે રાખી જાહેરમાં દવાખાનું ખોલી પોતાના આર્થીક ફાયદા સારૂ સારવાર કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી ગુજરાત સરકાર માન્ય ડીગ્રી કે સર્ટી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા હોવાથી ડેડીયાપાડા પોલીસે આ બંનેને મેડિકલ સામગ્રી સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:11 pm IST)