ગુજરાત
News of Monday, 23rd May 2022

રાજપીપળા નગરપાલિકા દ્વારા અપાયેલા BPL કાર્ડ મતબેંક માટેની લોલીપોપ હોવાની બૂમ ઉઠી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નગરપાલિકાનાં અગાઉના કેટલાક અંધેર વહીવટ કે વોટ બેંક ઊભી કરવાના કૌભાંડ બાબતે કેટલાક વિસ્તારના મતદારો હાલમાં ચોંકી ઉઠ્યા છે જેમાં બીપીએલ કાર્ડની જો જીણવટ ભરી તપાસ કરાઈ તો મતબેંક નું મોટું કૌભાંડ બહાર આવે એવી બૂમ સંભળાઈ છે

 જાણવા મળ્યા મુજબ રાજપીપળા નગરપાલિકા દ્વારા હજારો લોકોને સરકારી સહાયમાં કામ આવતા બીપીએલ કાર્ડ અપાયા છે જે પૈકી કેટલાક બોગસ હોવાનું જોવા મળ્યું ત્યારે આ બાબતે અમે ખાનગી રાહે તપાસ કરતા એમ જાણવા મળ્યું કે પાલિકાની ચૂંટણી પૂર્વે મતદારો ને રીઝવવા અન્ય ના સાચા બીપીએલ કાર્ડ ના નંબરો મત લેવા બીજાને આપી વોટબેંક ઊભી કરવા આ દાવપેચ રમાયા હતા પરંતુ જ્યારે લાભાર્થીઓ કોઈ સરકારી સહાય માટે આ કાર્ડ નંબર ઉપયોગ કરવા ગયા ત્યારે જાણવા મળ્યું કે આ કાર્ડ બીજાના નામે બોલે છે ત્યારે લાભાર્થીઓ ના પગ તળે થી જમીન સરકી ગઈ અને ત્યારબાદ તેમને ખબર પડી કે આ તો મત લેવાનું રાજકારણ રમાયું હતું.અને બીપીએલ કાર્ડ ની લાલચમાં લાભાર્થીઓ એ કીમતી મત આપી છેતરાયા છે.માટે પાલિકામાં આવા ભૂતિયા બીપીએલ કાર્ડ કે નંબર ની તપાસ કરી યોગ્ય પગલાં લેવાઇ તેવી મતદારોની માંગ છે.

 બાબતે બીજેપી નર્મદા જિલ્લા કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલે જણાવ્યું કે સાચા અર્થમાં જે લોકોને સરકારી સહાય માટે બીપીએલ કાર્ડ ની જરૂર છે તેવા લોકોને મળ્યા નથી જ્યારે રાજપીપળા માં 50 ટકા લોકો જે ધનાઢ્ય છે તેમને બીપીએલ આપાયાં છે અને કેટલાક લોકોને મત બેંક ઊભી કરવા ખોટા નંબર આપી લોલીપોપ અપાઈ છે જેઓ લાભ લેવા જાય ત્યારે ખબર પડે કે મત આપી છેતરાયા છે માટે આવા કાર્ડની તપાસ કરી રદ કરવા જોઈએ.

(11:36 pm IST)