ગુજરાત
News of Monday, 23rd May 2022

જલ્દી દેશવાસીઓને મળશે 5G નેટવર્કનો લાભ : કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કરી મોટી જાહેરાત

અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ શૈક્ષણિક સંસ્થાનો અને સ્ટાર્ટ અપ સાથે મુલાકાત કરી: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં હાજર રહ્યાં

અમદાવાદ ;ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ શૈક્ષણિક સંસ્થાનો અને સ્ટાર્ટ અપ સાથે મુલાકાત કરી હતી.રવિવારે તેઓ સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં હાજર રહ્યાં હતા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કરેલા અવનવા સંશોધનોની મુલાકાત પણ તેમણે કરી હતી.

તેમણે 5G નેટવર્કને લઈને ઉભા થયેલા સવાલો લઈને તેમણે કહ્યું કે 5G નેટવર્ક વિશ્વના અનેક દેશોમાં શરૂ થઇ ચૂક્યું છે અને ભારતમાં પણ તેના સફળ પરીક્ષણ થઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં ખૂબ જ જલ્દી દેશવાસીઓને 5G નેટવર્કનો લાભ મળશે.આ ઉપરાંત તેમણે 5G નેટવર્કને લઈને કોઈ પણ પ્રકારની ને અફવામાં ન આવવા પણ ધ્યાન દોર્યું.

 

તેમણે અવનવા સ્ટાર્ટ અપ અને આંત્રપ્રિનોર સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો.. ત્યારબાદ દેશ અને વિદેશથી ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા આવેલા કેટલાક વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કર્યો જેમાં આગળના સમયમાં કઈ રીતે ટેકનોલોજીની મદદથી ભારત દેશને આગળ લઈ જવામાં આવે તેની ચર્ચા પણ તેમણે વિદ્યાર્થીઓ સાથે કરી હતી. તેમના સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓના જુદા જુદા સવાલોના જવાબ પણ તેમણે આપ્યા હતા…આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ અનેક નવા કાર્યો થઇ રહ્યા છે ત્યારે tv9 સાથેની વાતચીતમાં તેમણે અનેક સવાલોના જવાબ આપ્યા.આ ઉપરાંત આગામી સમયમાં ડ્રોન વડે કઈ રીતે અનેક વિકાસશીલ કાર્યો અને સંરક્ષણના કાર્યો કરી શકાય તે મામલે પણ તેમણે જાણકારી આપી.

ત્યારબાદ ગાંધીનગરના ખાનગી શૈક્ષણિક સંસ્થા ખાતે પણ તેઓ હાજર રહ્યા હતા જા પણ તેમણે એનર્જી અને સ્કિલ ડેવલપમેન્ટ ને લગતા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન પણ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમની સાથે હાજર રહ્યા હતા.

 

(9:29 pm IST)