ગુજરાત
News of Monday, 23rd May 2022

ટંકારી ગામે સુરપાણેશ્વર મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠામાં ભાજપ જિલ્લા પ્રમુખની હાજરી :નવચંડી યજ્ઞમાં 85 જોડા બેઠા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ટંકારી ગામમાં મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નર્મદા જિલ્લા બીજેપી જિલ્લા પ્રમુખ અને સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી

 ટંકારી ગામમાં જૂના મહાદેવ મંદિરને ગ્રામજનો અને ભક્તોના સહકારથી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હોય જેમાં આજે મૂર્તિની પ્રતિષ્ઠા નો કાર્યક્રમ રાખ્યો હોય મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા

 આ પ્રસંગે રાખેલા નવચંડી માં 85 જોડા બિરાજમાન થયા હતા અને સૌ ગ્રામજનોમાં એકતા અને સદભાવના ના કારણે આજે ગામનું આ એક ભવ્ય અને મોટું મંદિર બન્યું છે ત્યારે આજના મૂર્તિ પ્રતિષ્ઠા અને નવચંડી માં મોટી સંખ્યમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:36 pm IST)