ગુજરાત
News of Monday, 23rd May 2022

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ૪૦૦થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ૪૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડતા નર્મદા જિલ્લા ભાજપમાં આનંદની લાગણી છવાઈ છે, તથા તિલકવાડા તાલુકામાં પણ હવે ભાજપ નો દબદબો જોવા મળી રહ્યો છે.    
સાંસદ ગીતાબેન રાઠવા તથા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા નીલ રાવની ઉપસ્થિતિમાં તિલકવાડા ખાતે ૪૦૦ થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.સાંસદ ગીતાબેન રાઠવા ,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા નીલ રાવ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ આપી ભાજપનો ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

(10:38 pm IST)