ગુજરાત
News of Monday, 23rd May 2022

પરિવર્તન યાત્રાના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ બાઇક રેલી

છેલ્લા ૭ દિવસથી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. દ્વારકાથી ‘‘આપ''ના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી,‘‘આપ''ના નેતા ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુ અને સંગઠન મંત્રી અજીત લોખીલ રવાના થયા છે. જામનગરના સૂર્યમુખી હનુમાન મંદિરથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું , જેનું નેતળત્‍વ ‘‘આપ''ઁના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી,‘‘આપ'' નેતા ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુ અને સંગઠન મંત્રી અજીત લોખીલ કર્યું હતું. બધા કાર્યકતા પવનચક્કી (જેલના સળિયા) પાસે ભેગા થયા. ત્‍યારબાદ સવારે ૧૦ કલાકેથી સૂર્યમુખી હનુમાન મંદિરના દર્શન કર્યા બાદ બાઇક રેલીને પ્રસ્‍થાન કરવામાં આવી. ત્‍યાંથી અનુક્રમે કિશાન ચોક, ખંભાડિયા ગેટ, ઓશવલ હોસ્‍પિટલ, હરિભાઈ હોટેલથી ૪૯ શંકર ટીકરી રોડ તરફ આગળ વધી  અને પછી દર્શન માટે સોનલ ધામ મંદિરે રોકાયા. સોનલ ધામ, પાણખાણ ચોકડી, ગોકુલ નગર જકાત નાકા સર્કલ, રોજી પેટ્રોલ પંપ, હીરજી મિષાી રોડ, નવાનગર બેંક (રૂપિયાનો સિક્કો)થી નીકળ્‍યા બાદ પટેલ સમાજ રોકાઈને સરદાર પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કર્યું. ત્‍યાંથી આ બાઇક રેલી જનતા ફાટક એમ્‍યુઝમેન્‍ટ પાર્ક, મેહુલ નગર મેઇન રોડ, ખોડિયાર કોલોની (માલધારી હોટલ) ખાતે પહોંચીને સમાપ્ત થઇ હતી. આ બાઇક રેલીની સાથે જનતા સાથે સંવાદ કરવામાં આવ્‍યો. લોકો પાસેથી જનમત લેવામાં  અને  પ્રજાના પ્રશ્‍નોની લોકો સાથે ચર્ચા કરવામાં આવી. ચર્ચા દરમિયાન ઘણા નાગરિકો , વ્‍યાપારી મંડળના સભ્‍યો , સામાજિક કાર્યકરોએ આમ આદમી પાર્ટી ને સમર્થન આપી અને કહ્યું કે ગુજરાત માં એક સારા વિકલ્‍પ ની જરૂરત હતી જે હવે અમને આમ આદમી પાર્ટી માં દેખાઈ રહી છે. એવી એક પાર્ટી જે ઈમાનદારી ની સાથે સાથે નાગરિકો નું પણ વિચાર કરે. એ એક વિકલ્‍પ ગુજરાત ની જનતા ને આમ આદમી પાર્ટી માં દેખાઈ રહ્યો છે. ગુજરાત ના નાગરિકો ના દુઃખ , સમસાયો. ના સમાધાન થાય એ દિશા માં આમ આદમી પાર્ટી બહુ જડપ થી આગળ વધી રહી છે . આમ આદમી પાર્ટી ઘણી મજબૂતી થી આવતી ચૂંટણી લડશે અને બહુમત સાથે સરકાર બનાવશે એવું સાફ દેખાઈ રહ્યું છે.

(1:20 pm IST)