ગુજરાત
News of Monday, 23rd May 2022

‘‘ગૂડનાઈટ ઈન્‍ડિયા'' શોથી મને દર્શકોનો અપાર પ્રેમ મળ્‍યોઃ જિયાશંકર

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પર ગૂડ નાઈટ ઈન્‍ડિયા પર કો-હોસ્‍ટ તરીકે દાખલ થવા પૂર્વે જિયા શંકરના વિશાળ ચાહકો છે અને તે કાટેલાલ એન્‍ડ સન્‍સમાં તેની ભૂમિકા માટે બહુલોકપ્રિય બની હતી. જો કે તેણે ગૂડ નાઈટ ઈન્‍ડિયા પર નવો પડકાર લીધો છે અને શો પર તેના બે જોડ કોમિકટાઈમિંગ અને ઉત્‍કર્ષ પંચ લાઈન સાથે વધુ ચાહકોનાં મન જીતી રહી છે.

શો પર કામ કરવાના અનુભવ વિશે બોલાતાં જિયા કહે છે, ‘‘ગૂડ નાઈટ ઈન્‍ડિયા જેવા શો પર હું પહેલી જ વાર આવી હોવા છતાં શોના  દર્શકો અને ટીમ પાસેથી પણ મને ઉત્તમ પ્રતિસાદ પ્રાપ્‍ત થયો તેની મને ખુશી છે.

મને વિશ્વાસ છે કે મારી શીખ અને પ્રવાસ આનાથી વધુ સમૃધ્‍ધ નહીં હોઈ શકે.''

(3:07 pm IST)