News of Friday, 23rd July 2021
સુરતમાં એરગનની અણીએ કારની લૂંટ: નવસારીથી યુવતી સાથે લૂંટારો ઝડપાયો : ઘટનાના cctv ફૂટેજ સોશ્યલ મીડિયામાં થાય વાયરલ
સુરત: અહીંના વેસુ આગમ આર્કેડ પાસેથી એરગનની અણીએ કારની લૂંટ ચલાવનારને અંતે ઝડપી પાડ્યો છે. લૂંટનો આરોપી કશ્યપ ભાવેશભાઈ ભેસાણીયા પુણા ગામ સુરતનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
લૂંટ કરી ભાગેલા આ ૧૯ વર્ષીય ઈસમ સાથે એક યુવતી પણ પકડાયેલ છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચૅ બન્નેનો નવસારી જિલ્લા એલસીબી પાસેથી કબજો લઈ સુરત લાવી છે. લૂંટ ચલાવનારને નવસારી જિલ્લા એલસીબી એ બોરીયાચ ટોલનાકા પર ઘેરાવ કરી ઝડપી પાડ્યો હતો.
પોલીસે ફોર-વ્હિલર કાર GJ-05-RB-7113,રોકડા- 2,26,500, એરગન ,લેપટોપ નંગ-1 લૂંટ કરેલ કાર તેમજ એર-ગન જેવા હથિયાર સાથે લૂંટારા કશ્યપને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
(5:01 pm IST)